SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ થઈ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યું હોય તે સર્વે ખમાવું છું. નદી, સમુદ્ર, તળાવ, કુવા, વિગેરેમાં જળરૂપે થઈ મારા આત્માએ જે કઈ છની વિરાધના કરી હોય તે સર્વે ખમાવું છું. પ્રદીપ, વિજલી, દાવાનલ વિગેરેમાં અગ્નિકાય રૂપે થયેલા મારા આત્માએ જે જીવે ને વિનાશ કર્યો હોય તે સર્વે મન, વચન, કાયાથી ખમાવું છું. મહાવૃષ્ટિ, હિમ, ગ્રીષ્મ, ધૂલિ, દુર્ગધ વિગેરેના સહકારી એવા મારા આત્માએ વાયુકાયમાં રહી છે જેને વિનાશ કર્યો હોય તે સર્વે ને ખમાવું છું. વનસ્પતિ થઈને દંડ, ધનુષ્ય, બાણ, રથ, ગાડા વિગેરે રૂપે થયેલા મારા શરીરે જે જીવેને પીડા કરી હોય તે સર્વે ને ખમાવું છું. તથા કર્મના વશ થકી ત્રસપણાને પામીને રાગ, દ્વેષ અને મદ વડે અંધ બનેલા મારા આત્માએ જે જીવેને પીડા કરી હોય અથવા હણ્યા હોય તે સર્વેને ત્રિવિધ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી ખમાવું છું. તે સર્વે જ ચોરાશી લાખ છવાયેનિમાં રહેલાં મારે અપરાધ ક્ષમા કરો સર્વે પ્રાણીઓને વિષે મારે મિત્રીભાવ છે. કેઈની સાથે વેરવિરોધ નથી. વળી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તથા ચૈત્ય તથા મુકુટ આદિ વસ્તુઓમાં મારું શરીર પૃથ્વીકાય રૂપે આવ્યું હોય તેની અનુમોદના કરું છું. તથા જળરૂપે થયેલ મારી કાય જિનેશ્વરે ભગવાનના નાનાદિ ક્રિયામાં ભાગ્યભેગે આવેલ હોય તે તેનું હું અનુમોદન કરું છું. વળી જિનેશ્વર ભગવાનની આગળ ધૂપ ઉક્ષેપમાં તથા દીપક વિગેરેમાં મારી કાયા અગ્નિકાય રૂપે આવેલ હોય તેની અનુમોદના કરું છું, તથા તીર્થયાત્રામાં નીકળેલ સંઘના પરિશ્રમના નિવારણમાં વાયુકાય રૂપે મારી કાયા કદાચ ઉપગમાં આવી હોય તે તેની હું અનુમોદના કરું છું. તથા વનસ્પતિકાયરૂપે થયેલ મારી કાયા મુનિરાજેના પાત્રમાં તથા દાંડામાં તથા જિનેશ્વર ભગવાનની પૂજાનાં ફુલ વિગેરેમાં ઉપયોગી થઈ હોય તેની હું અનુમોદના કરું છું. આ પ્રમાણે અનંત ભાવમાં ઉત્પન્ન કરેલ જે દુકૃતના થઈ હોય તેને હુંબિંદુ છું અને કદાચિત્ કઈ વખતે થયેલ સુકૃત હોય તેની હું અનુમોદના કરૂં છું. –(૦) ૪ અઢાર પાપ સ્થાનક આલોવવાં. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ શ્રેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પિશૂન્ય, ૧૫ રતિ અરતિ, ૧૬ પર પરિવાદ. ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપનાં સ્થાનકો છે. આને સેવી મેં પાપ ઉપાર્જન કર્યા છે. આ અઢારે પાપ સ્થાનકને સેવી મેં જે કાંઈ આ ભવ પરભવ કે ભભિવ દુષ્કૃત કર્યું હોય તેને હું બિંદુ છું, કાંઈ અપરાધ કર્યો હોય તેને હું નમાવું છું. ૫ ચાર શરણાં પ્રથમ અરિહંત શરણ रागदोसारीणं हंता कमट्ठगाई अरिहंता । विसयकसायारिणं, अरिहंता इंतु मे सरणं ॥
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy