SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્મરત્ન પ્રકરણ–આ ગ્રંથના રચયિતા શાંતિસૂરિ મહારાજ છે. આ ગ્રંથ ઉપર ૯૭૦૦ શ્લોક પ્રમાણુ ટીકા છે. અને તેના રચયિતા વિજયદેવેન્દ્રસૂરિ મહારાજ છે. આ દેવેન્દ્રસૂરિને સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૨૭ સુધીને છે. - આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરિએ પાંચ કર્મ ગ્રંથ સટીક, શ્રાદ્ધદિન કૃત્ય સટીક, ત્રણભાષ્ય, પાક્ષિક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ વિગેરે અનેક ગ્રંથે બનાવ્યા છે. આ ધર્મરન પ્રકરણને પ્રથમભાગ અને દ્વિતીયભાગ શ્રાવકધર્મના નિરૂપણમાં રોકવામાં આવ્યા છે. અને તેને ત્રીજો ભાગ ભાવસાધુને અધિકારવાળો હેવાથી સાધુઓ માટે રોકવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ધર્મની વ્યાખ્યા બાદ ધમને યોગ્ય કારણ તે જણાવતાં સૌ પ્રથમ “ષમાથvસ બહુ ગાથા ૪ થી ૩૨ ગાથા સુધી ધર્મરત્નને યોગ્ય ૧ અક્ષક ૨ રૂપવાન ૩ પ્રકૃતિસૌમ્ય વિગેરે ૨૧ ગુણોએ કરી યોગ્ય હોય તે શ્રાવકધર્મને માટે યોગ્ય ગણાય તેમ જણાવ્યું છે. આ ૨૧ ગુણોનું વિસ્તૃત વિવેચન કથા સહિત પ્રથમ ભાગમાં આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં એકેક ગુણ ઉપર એકેક કથા અને ગુણોનું સ્પષ્ટીકરણ બતાવેલ છે. આ ધર્મરત્ન પ્રકરણના બીજા ભાગમાં ભાવશ્રાવકના કૃતવ્રતકમ, શીલવાન, ગુણવાન, ઋજુવ્યવહારી, ગુરૂસેવાકારી અને પ્રવચન કુશળ રૂપ છ લિંગને તેના પેટા ભેદ સહિત સમજાવવામાં આવેલ છે, અને એકેક ભેદ ઉપર વિશિષ્ટ વિવેચનો સાથે કથાઓ આપવામાં આવી છે. ભાવ વકના છ લિંગ બાદ ભાવશ્રાવકના ૧ સ્ત્રીને વશ ન થવું ૨ ઈદ્રિયોને રોકવી વિગેરે સત્તર લક્ષણનું વિવેચન કરેલ છે. શ્રાદ્ધદિન કૃત્ય –આ ગ્રંથઆચાર્ય દેવેન્દ્રસિરિ મહારાજે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ વિશાલકાય બનાવ્યા પછી કેવળ શ્રાવકને જ ઉપયોગી આ ગ્રંથ સવૃત્તિક બનાવી છે. આ ગ્રંથનું નામ શ્રાદ્ધદિનકૃત્ય રાખી અઠ્ઠાવીશ દ્વારનું વર્ણન કરેલ છે. આ અવીશ દ્વારમાં પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્ય શ્રાદ્ધવિધિમાં જણાવ્યાં છે તે સર્વ સમાતાં હેવા છતાં દિનકૃત્ય મૂખ્ય હેવાથી શ્રાદ્ધદિનકૃત્ય રાખેલ છે. ગશાસ:–આ મેગશાસ્ત્રના કર્તા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ છે તે વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક સુદી ૧૫ ના રોજ ધંધુકામાં જન્મ્યા હતા. વિ. સં. ૧૧૫૪ માં દીક્ષિત થયા હતા. વિ. સં. ૧૧૬૨ માં આચાર્ય પદારૂઢ થયા હતા. અને ૧૨૨૯ માં રાશી વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા હતા. તેમણે તેમના જીવન દરમિયાન સિદ્ધહેમ વિગેરે અનેક ગ્રંથો લખ્યા છે તે પૈકી આ ગ્રંથ કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી બનાવેલ છે. આ ગ્રંથમાં બાર પ્રકાશ છે. તેમાં શરૂઆતના ત્રણ પ્રકાશમાં શ્રાવકને સામાન્ય ધર્મ ન્યાય સંપન્ન વિભવ વગેરે અને વિશેષ ધર્મબારવ્રત વિગેરે આપ્યાં છે ત્રીજા પ્રકાશના શ્લેક ૧૨૧-૧૫૪ बाझे मुहर्ते उत्तिष्ठेत परमेष्ठिस्ततिं पठन ॥ ધિર્મા વિંચામિ વિવોfમતિ ર રર . ૨૨ થી-૧૫૪ આ લેકે શ્રાદ્ધવિધિના લેકે સાથે લગભગ મળતા આવે છે. || આ યોગશાસ્ત્રનું પરમાર્હત કુમારપાળ રાજા રાજ સ્મરણ કરતા હતા.. તા હતા,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy