SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર--આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ૩૬૦૦૦ શ્લેક પ્રમાણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પરમહંત કુમારપાળ મહારાજની વિજ્ઞપ્તિથી રમ્યું છે. આમાં ૨૪ તીર્થકર ૧૨ ચક્રવતી ૯ બળદેવ ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવનાં જીવન ચરિત્રો પૂર્વભવના વર્ણન સાથે આપવામાં આવ્યાં છે. ચોવીશ તીર્થકરના જીવન ચરિત્રમાં જ્યારે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવે સમવસરણ રચે છે. પર્ષદા બેસે છે અને ભગવાન રામ તિથણ કહી સિહાસન ઉપર બીરાજે છે. ત્યારે સૌ પ્રથમ ઈન્દ્ર મહારાજા ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરે છે અને દેશના આપવાની વિજ્ઞપ્તિ કરે છે અને ત્યારબાદ તીર્થંકર ભગવાન દેશના આરંભે છે. આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં આમ ચોવીસે તીર્થકર ભગવાનની દેશના કલિકાલ હેમચંદ્રસૂરિ મહારાજે આપી છે. કઈતીર્થકરની દેશનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ છે તે કઈમાં બાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. પર્વ છઠ્ઠાના સર્ગ સાતમા માં મુનિસુવ્રત સ્વામિની દેશનામાં સમ્યક્ત્વ મૂળ બાર વ્રત અને ન્યાય સંપન્ન વૈભવ વિગેરેનું વર્ણન આપેલ છે. ધર્મવિધિ પ્રકરણ- આ ધર્મ વિધિ પ્રકરણ શ્રીપ્રભસૂરિને રચેલ છે. આ શ્રીપ્રભસૂરી અપભ્રંશ ભાષામાં લખાયેલ કુમારપાળ પ્રતિધ કાવ્યના રચનાર સોમપ્રભસૂરિના શિષ્ય છે, આના ટીકાકાર આચાર્ય ઉદયસિંહરિ છે. તેમણે આ ગ્રંથ વિ. સં. ૧૨૬૮ ચંદ્રાવતીમાં લખ્યો છે. આ ગ્રંથમાં શરૂઆતમાં દાન શિયળ તપ અને ભાવનું સ્વરુપ ભેદ અને દષ્ટાંત સમજાવ્યા બાદ ધર્મને એગ્ય પણ તે જણાવી ધર્મના સાધુ અને શ્રાવક બે ભેદ છે તે બતાવ્યા છે, ત્યારપછી ગાથા ૪ર-૫૦ સમકિત મૂળ બારવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. ઉપદેશ સપ્તતિકા-આ ગ્રંથ વિ, સં ૧૫૪૭ સધર્મગણિએ રચ્યો છે. તેમાં તે ઉપરાંત કથાઓ છે. આ ગ્રંથમાં ગાથા ૪ર થી બાવ્રતની શરૂઆત કરી છે. જો કે આ ગ્રંથમાં બધીજ વસ્તુ શ્રાવક ધમને ગ્યા હોય તેજ પ્રતિપાદન કરવામાં આવી છે. ધર્મના મનોરથ કરવા, નિયાણું ન કરવું. આઠ મને ત્યાગ કરવો વિગેરે વિગેરે જણાવ્યું છે. શ્રાદ્ધ ગુણ વિવરણ–આ શ્રાદ્ધ ગુણ વિવરણના કર્તા શ્રીજિન મંડનગણિ છે. આ જિન મંડનગણિ આ. શ્રી રત્નશેખરસૂરિ જે સંપ્રદાયમાં થયા છે તે સંપ્રદાયના આગેવાન શ્રી દેવસુંદરસૂરિ ના શિષ્ય સમસુંદરસૂરિના શિષ્ય છે. શ્રી જિનમંડન ગણિએ આ ગ્રંથ વિ. સં. ૧૪૯૮માં અણહિલપુર પાટણમાં બનાવ્યો હતે. આ ગ્રંથમાં તેમણે ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ચાવલgવમવઃ રિવાજઘરાણા કુટર તારું જોડવો // ક૭ | થી ૫૬ સુધીના લૈકામાં દર્શાવેલ શ્રાવકના સામાન્ય ધર્મ રૂપ-ન્યાય સંપન્ન વિભવ વિગેરે ૩૫ ગુણનું સવિસ્તર વર્ણન કરેલ છે. અને એકેક ગુણ ઉપર કથા આપી સર્વ ગુણેની સુંદર સમજ આપેલી છે. આ શ્રી જિનમંડનગણિએ યોગશાસ્ત્ર, પડાવશ્યક ઉપદેશમાળા, અને નવ તત્ત્વ વિગેરે ઉપર ટબા વિગેરેની રચના કરેલી છે. શ્રાદ્ધ પ્રતિકમણ સૂત્ર વૃત્તિ–આ ગ્રંથ શ્રાદ્ધવિધિકાર પૂ. રત્નશેખરસૂરિ મહારાજે વિ. સં. ૧૪૯૬ માં રચેલ છે. અને આનું સંશોધન મુનિશ્રી લક્ષ્મીભદ્દે કર્યું છે. પૂ. આ. રત્નશેખરસરિઓ રચેલા શ્રાદ્ધપ્રતિક્રમણ સુત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ અને આચાર પ્રદીપમાં
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy