SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધર્મને પ્રતિપાદન કરનાર કેટલાક મુખ્ય મુખ્ય ગ્રંથે. શ્રાવકપ્રજ્ઞપ્તિ–આ ગ્રંથ ઉમાસ્વાતિવાચકને બનાવેલ છે. તેમણે તત્વાર્થ, પ્રશમરતિપ્રકરણ વિગેરે અનેક ગ્રંથે બનાવેલ છે. ઉમાસ્વાતિ મહારાજ પૂર્વધર પુરૂષની ગણુતરીમાં ગણાય છે. ઉમાસ્વાતિવાચક શ્રમણ ભગવાન મહાવીર પછી ૩૫૦ વષે’ થયેલા છે. આ ગ્રંથ કુલ ૪૦૫ શ્લોક પ્રમાણ છે. શરૂઆતના ૧૦૫ શ્લોકમાં સમ્યકત્વનું સ્વરૂપ અને તેને અનુસરી નવતત્વનું સ્વરૂપ અને કર્મના ભેદ બતાવ્યા છે ૧૦૬ થી ૨૫૯ લોક સુધી અનેક દલીલ પૂર્વક પ્રથમ વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. ૨૬૦ થી ૩૪૦ સુધીમાં બીજા વ્રતથી માંડીને બારે વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. આ પછી ૩૪૧માં શ્લોકથી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે. આ ગ્રંથ શ્રાવક ધર્મને પ્રતિપાદન કરનારા પ્રથે પૈકી અતિ પ્રાચીન ગ્રંથ છે. પંચાશક:– આ ગ્રંથના રચયિતા હરિભસૂરિ છે. તે વિ. સં. ૧૯૫૫માં થયેલા છે. આ ગ્રંથ ઉપર ટીકા અભયદેવસૂરિએ રચેલ છે. આ પંચાશકને પ્રથમ પંચાશકમાં શ્રાવક ધમનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યકત્વ, બારવ્રત અને શ્રાવક કરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલ છે. આ ગ્રંથની ટીકામાં એકેક વસ્તુ ખુબ યુક્તિપુર:સ્સર સ્થાપવામાં આવી છે. ધર્મબિન્દુ–આ ગ્રંથના રચયિતા પણ હરિભસૂરિજી છે, આના ઉપર મુનિચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકા રચેલી છે. આ ગ્રંથ સૂત્રાત્મક છે અને તેના આઠ અધ્યાય પાડવામાં આવ્યા છે. પહેલા અધ્યાયમાં શ્રાવકના સામાન્ય ધર્મ-ન્યાયોપાર્જિત ધન મેળવવું વિગેરે માનુસારીના ગુણેનું વર્ણન આપેલ છે. બીજા અધ્યાયમાં દેશનાની વિધિ અને પાંચ આચારનું સ્વરૂપ બતાવેલું છે. ત્રીજો અધ્યાય શ્રાવકના વિશેષ ધર્મ, સમ્યક્ત્વ મૂળ બારવ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્મત્વનું તથા બારવ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. આ પછીના બીજા અધ્યાયે સાધુ ધમને પ્રતિપાદન કરનાર છે. શ્રાવકધર્મ વિધિ-આ ગ્રંથના મૂળ કર્તા શ્રીહરિભદ્રસુરિજી મહારાજ છે. અને ટીકાકાર માનદેવસૂરિ છે. આ ગ્રંથ ૧૨૦ ગાથા પ્રમાણ છે. આમાં શ્રાવકની મેગ્યતા તથા સમ્યક્ત્વ મૂળ બારવ્રત અને તેના અતિચારોનું વર્ણન આપેલ છે. અને તેને અનુલક્ષી બીજું પણ વિવેચન કરેલ છે. | ગાથા ૧૧૧ થી ૧૨માં આવકનું દિનકૃત્ય અને રાત્રિય આપેલ છે. ઉપદેશપદ–આ ગ્રંથના કર્તા હરિભદ્રસિરિ છે અને ટીકાકાર મુનિચંદ્રસૂરિજી છે. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ બનાવ્યાનું સંભળાય છે. અત્યારે પણ તેમના ગ્રંથો લગભગ ઉપલબ્ધ છે. આ ઉપદેશ પદમાં પણ બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ સમ્યકત્વનું સ્વરૂપ, બારવ્રતનું સ્વરૂપ વિગેરે બતાવ્યું છે ગા. ૫૪૯-૬૦૦.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy