SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કે જેથી સક્રિયામાં રુચિ-પ્રીતિ થવાના હેતુરૂપ સાષ થાય, પછી સાધુજનાને શરીરના આરોગ્ય તથા સંયમના નિરાબાધતા સંબધી પૃચ્છા નમ્રભાવે કરવી. તેમજ તેમને ચિત ઔષધ-શેષજ, આહાર પાણી પ્રમુખ નિ:સ્વાર્થભાવે આપવાના વિવેક કરવા. એ રીતે સ્વઉચિત કત બ્ય લક્ષપૂર્વક કરવું. ૪૪–૪૫, પછી શ્રાવક પૂર્વે દર્શાવેલ પંદર કર્માદાનને તજી, પ્રાયઃ નિર્દોષ આજીવિકા નિમિત્તે વ્યવસાય કરે, નહીં તેા ધમહાનિ અને શાસન હીલના થાય, પછી અવસરે પ્રકૃતિને માટૅક આવે એવું સાદું ને સાત્ત્વિક ભાજન કરે. પછી યથાશક્તિ (ગઠીસહિયં વિગેરે) પચ્ચખ્ખાણુ સાવધાનપણે કરે, પછી અવસરે દેરાસરે જાય અને સાધુ સમીપે શાસ્ત્ર સાંભળે અથવા જ્યાં પ્રાયે આગમ વ્યાખ્યાન થતું હોય તે ચૈત્યગૃહે જઈ સાધુ પાસે શાસ્ત્ર શ્રવણુ કરે, પછી સાંજે-સંધ્યા સમયે યથાયેાગ્ય પ્રભુપૂજા-ભકિત અને ચૈત્યવંદન કરી. ગુરુ સમીપે આવી, વંદન નમસ્કારપૂર્વક સામાયિકાદિક ષડ્ આવશ્યક કરણી પ્રમાદ રહિત કરે. પછી વૈયાવચ્ચાદિક કરવા વડે થાકેલા અને તે થાક દૂર કરવા ઈચ્છતા એવા સાધુજનેાની કે તથાવિધ શ્રાવકાદિકની વિશ્રામણાં ભકિત કરવી અને નવકાર મહામંત્રનું ધ્યાન તથા સ્વાધ્યાય પ્રમુખ પેાતાની ચૈગ્યતા મુજબ ધર્મ વ્યાપાર કરવા. પછી પાતાને ઘરે જવું અને ત્યાં દેવ, ગુરૂ, ધર્માચાર્ય તથા ખીજા ધર્માંપકારી જનાનાં ગુણાનું મનમાં સ્મરણ કરીને તેમજ વ્રત નિયમા યાદ કરીને વિધિપૂર્વક શયન કરવું. ૪૬. રાત્રિએ સ્ત્રી પરિભાગરૂપ મૈથુનના ત્યાગ કરવા તેમાં બળાત્કારે પ્રવૃત્તિ કરવાના સ્ત્રી પુરૂષવેદાદિ માહનીય કની નિંદા કરવી, અને સ્ત્રી કલેવરનું સ્વરૂપ મનમાં ચિતવવું, તથા અબ્રહ્મ મૈથુનથી સંથા વિરમેલી સુસાધુજના પ્રત્યે અંતરંગ પ્રીતિલક્ષણુ બહુમાન કરવું, ૪૭. પછી નિદ્રા ટાળી જાગ્રત થયેલા શ્રાવકે કમ અને ચેતનના પરિણામાદિક સુક્ષ્મ પદાર્થોમાં ચિત્ત સ્થાપવું અથવા સંસારનું સ્વરુપ સારી રીતે ચિતવવું અથવા ખેતીપ્રમુખ કે ખીજા ફ્લેશાને શમાવવા સમર્થ થાય તેવા વિચારો કરવા, ૪૮. તથા ક્ષણે ક્ષણે થતી વયહાનિને, પ્રાણી વધાદિક વિપરીત આચરણાના, ફળ પિરણામના આત્મ કલ્યાણ સાધી લેવા માટે મનુષ્ય જન્માદિક અમૂલ્ય તક મળી છે તેના લાભ લઈ લેવાના, અપાર સસાર સાગર મધ્યે એટ સમાનજિનાગમની પ્રાપ્તિના તથા શ્રત ચારિત્ર લક્ષણ ધર્મના આલેાક પરલેાક સમંધી વિવિધ શુષુ ઉપકાર અને ફળરુપ ોમાદિકના સારી રીતે વિચાર કરવામાં ચિત્તને જોડવું. ૪૯. રાગાદિક ખાધક દોષ નિવારક ભાવના ભાવવાથી અને ધર્માંચા પ્રયત્નશીલ સાધુઓના માસ કલ્પાદિક વિહાર સંબંધી શાન્ત વિચારણાથી અજરામર પદદાયક સંવેગ વૈરાગ્ય ઉપજે છે. ૫૦ પ્રાંતમાં કહેવું કે નવકાર મહામંત્રના સ્મરણુપૂર્વક જાગવું. ઈત્યાદિક વિધિ અનુષ્ઠાન જે ઉપર કહેલ છે તે પ્રમાણે નિરંતર કરનાર શ્રાવકને સ`સાર ભ્રમણુના અંત કરવામાં અમેધ અકસીર ઉપાય રૂપ સર્વ વિરતિ ચારિત્રના પરિણામ તે ભવમાં કે પછીના સવમાં અવશ્ય પેદા થાય છે. ( શ્રાવક યોગ્ય આચારવિચારમાંથી ).
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy