________________
સમ્યકત્વ મૂળ બાર વતેનું સ્વરૂપ તથા તેના અતિચારે. સમ્યત્વ-૧ શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મ ઉપર અચળ શ્રદ્ધા તે સમ્યકત્વ. અથવા
૨ જે જિનેશ્વરાએ કહ્યું તે સાચું તે સમ્યકત્વ. તેમ જે ૩ વીતરાગ પ્રભુ પ્રણીત પદાર્થોનું વારંવાર ચિંતવન સુદણિયુક્ત પુરૂષોની સેવા તથા સમ્યકત્વથી ભ્રષ્ટપુરૂજેના પરિચયના ત્યાગરૂપ સમ્યક્ત્વ કહેવાય છે.
આ સમકિતના ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એમ ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા--૧ પરમાર્થ સંસ્તવ, ( તત્ત્વપરિચય ) ૨ સુગુરૂ સેવા, ૩ સમક્તિથી પડી
ગયેલાને ત્યાગ અને ૪ મિથ્યાષ્ટિને ત્યાગ. ૩ લિંગ-–શુશ્રુષા, ચારિત્ર ધર્મને અનુરાગ, વૈયાવચ્ચ કરવાનો નિયમ. ૧૦ વિનય--અરિહંત, સિદ્ધ, ચેત્ય, કૃત, ચારિત્ર, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન
અને દર્શનને વિનય. ૩ શુદ્ધિ–જિન, જિનમત અને જિનમતમાં રહેલા સિવાય બાકી આ જગતમાં સર્વ
અસાર છે તેમ ચિંતવવું તે. ૫ દૂષણુ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવરૂપ પાંચ અતિચાર. ૮ પ્રભાવના--પ્રવચની, ધર્મકથી, વાદી, નિમિત્તી, તપશ્ચર્યાવાન, વિદ્યાવાન, સિદ્ધ,
અને કવી એ આઠ સમ્યકત્વની પ્રભાવના કરનાર છે. ૫ ભૂષણ--જિન શાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ એ
પાંચ સમક્તિના ભૂષણ છે. ૬ જયણુ–૧ અન્ય તિર્થને, અન્ય તિર્થના દેવતાને અને કુતીથીઓએ ગ્રહણ કરેલ
અત પ્રતિમાને હું વાંદીશ નહિ. ૨ નમીશ નહિ. ૩ અન્ય તિથી સાથે બોલાવ્યા વગર બાલીશ નહિ. ૪ તેમની સાથે ભાષણ કરીશ નહિ. ૫ તેમને અનુકંપા સિવાય અશન પાન આપીશ નહિ. અને ૬ તેના ગંધ પુષ્પાદિકને
જોઈશ નહિં.. ૬ આગાર–૧ રાજાભિયોગ, ૨ ગણાભિયોગ, ૩ બલાભિયોગ, ૪ દેવાભિગ ૫
કાંતારવૃત્તિ અને ૬ ગુરૂ નિગ્રહથી અન્ય ધમીજીને વંદના નમસ્કારાદિની છૂટ છે. ૬ ભાવના- સમ્યક્ત્વ એ (મોક્ષનું-ચારિત્રધર્મનું) મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે. આધાર
છે, પાત્ર છે અને નિધિ છે એવી ભાવના ભાવવી તે. ૬ સ્થાન–૧ અસ્તિ-જીવ છે ૨ નિત્ય છે ૩ કર્તા છે; ૪ શેકતા છે, ૫ મોક્ષ છે
અને ૬ મોક્ષને ઉપાય છે આ સમ્યકુવના છ સ્થાન છે. સમ્યકત્વના પાંચ અતિચાર–૧ શંકા ૨ કાંક્ષા ૩ વિચિકિત્સા ૪ મિથ્યાષ્ટિ પ્રશંસા
તથા ૫ અન્ય ધમીઓને પરિચય.