SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ માન કરવું તથા તેથી વિપરીત એવા મિથ્યાત્વ અને પ્રાણાતિપાતાદિક પ્રત્યે અભાવ રાખવો તેમજ તેથી નીપજતા જન્મમરણાદિક-ભયંકર પરિણામો સંબંધી વિચાર કરતા રહેવું. ૩૭. પરમગુરૂ-તીર્થંકર પ્રભુની ભક્તિ, સુસાધુ-મુમુક્ષુજનેની સેવા તથા ઉપર ઉપરના ચઢતા ગુણસ્થાનની પ્રાપ્તિ નિમિત્તે એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે અણુવ્રતે માટે અને અણુવ્રતો પ્રાપ્ત થયે છતે મહાવ્રતે માટે પ્રયત્ન કરે. એમ ઉત્તરેત્તર ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવારૂપ ઉપરોક્ત ઉપદેશનું ફળ દર્શાવવા વડે કહે છે કે – ૩૮. એ રીતે ગ્રહણ કરેલ વ્રતનું નિત્ય સ્મરણ અને બહુમાન કરવારૂપ પ્રયત્ન વડે અછતા પણ વ્રત પરિણામ પેદા થાય છે અને પેદા થએલ ભાવપરિણામ કદાપિ ઢીલા પડતા નથી; તેથી જ બુદ્ધિશાળિજનેએ નિત્ય સ્મૃત્યાદિક પ્રયત્નમાં સદાય ઉદ્યમ કરે. ઉક્ત ત્રત સંબંધી શેષકર્તવ્ય (અવશિષ્ટ હકીકત) દર્શાવતા છતાં ગ્રંથકાર કહે છે: ૩૯ આ શ્રાવકધર્મમાં પ્રાયે અણુવ્રત અને ગુણવતે જીવિતપર્યત સેવવાના હોય છે. ફક્ત બાકી રહેલાં શિક્ષાત્રત ( પુનઃ પુનઃ અભ્યાસવા ગ્ય હોવાથી) અલ્પ કાળ સેવવાના હોય છે, તેમાં સામાયિક અને દેશાવગાસિકવત વારંવાર ઉચ્ચારાય છે અને પૌષધ તથા અતિથિસંવિભાગ નિયત દિવસે કરાય છે. સાધુના મહાવ્રતે તે કાયમને માટે જ હોય છે. બારે પ્રકારને શ્રાવક ધર્મ કહે છતે સંખનાને કહેવાને અવસર આવવાથી તે વિષે શાસ્ત્રકાર કહે છે કે – ૪૦ અંતે--જીવિતવ્યના અંત વખતે અનશનપૂર્વક સંલેખના નામની ક્રિયા શ્રાવકને અવશ્ય કરવાની હોતી નથી. કેમકે તથાવિધ પરિણામવાળે કેઈક શ્રાવક પ્રવજ્યા-દીક્ષા આદરે છે તે કરે છે. તેથી સંલેખના સંબંધી હકીકત આ ટુંક પ્રકરણમાં કહી નથી. અતઃ શ્રાવક ધર્મને લગતી ઉપર જણાવેલી હકીકત ઉપરાંત બાકી વિધિવિશેષ હવે કહીએ છીએ. ૪૧. શ્રાવકે તેવા ગામ નગરાદિકમાં જ વસવું કે જ્યાં સાધુજનેનું આવાગમન થતું હોય, વળી જેમાં જિનમંદિરો હોય અને બીજા સાધમીજનો પણ વસતા હોય. એવા સ્થાનમાં નિવાસ કરતાં શું ફળ થાય? તે કહે છે કે સદ્દગુણેની વૃદ્ધિ થાય, તે તે શી રીતે? તો કહે છે કે --નિઃશંક ભાવથી સાધુઓને વાંદવાથી પાપ નાશ પામે અને પ્રાસુક (નિર્દોષ) આહાર-પાણી આપવાથી કમંની નિર્જરા (કર્મક્ષય) થાય, જ્ઞાન દર્શન ચારિત્રની રક્ષા અને પુષ્ટિ થાય, તેમજ મિથ્યાત્વ કુમતિને નાશ અને સમ્યકત્વની વિશુદ્ધિ થાય વિગેરે. એવા ગામ નગાદિકમાં નિવાસ કરી રહેનાર શ્રાવકનું દિનકૃત્ય (કર્તવ્ય) શાસ્ત્રકાર વખાણે છે. ૪૨-૪૩ પંચ પરમેષ્ઠી નમસ્કાર રૂપ નવકારના સ્મરણપૂર્વક જાગવું, પછી હું શ્રાવક છું, અમુક વ્રત નિયમ આદરેલા છે વિગેરે સંભારવું, પછી લઘુ-વડી શંકારૂપ દેહચિંતા ટાળી શુદ્ધિ સાચવી સમાધિપૂર્વક ચિત્યવંદનાદિક ભાવ અનુષ્ઠાન અને વિધિપૂર્વક પચ્ચ ખાણ કરવું, પછી દેરાસરે જવું, પછી પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે. અને પુષ્પ માળાદિક વડે પ્રભુ પૂજા કરી, પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું, પછી ગુરૂ સમીપે (પ્રથમ પતે ઘરે ધારેલું) પચ્ચખાણ કરવું, પછી શાઅ-વ્યાખ્યાન સાંભળવું,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy