SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ [ શ્રાદ્ધ વિધિ ગયા, ત્યારે તેના સંઘમાં એકસેા અગણાતેર(૧૬૯) સુત્રણ્મય અને પાંચસેા (૫૦૦) હાથીદાંતમય, તથા ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ મુકુટબદ્ધ રાજાએ હતા. તથા સીત્તેર લાખ (૭૦૦૦૦૦૦) શ્રાવકનાં કુટુંબ, એકકોડ દસલાખ નવહેજાર(૧૧૦૦૯૦૦૦) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેાડાં, છેતેરસે (૭૬૦૦) હાથીએ અને આ રીતેજ ઉંટ, બળદ વગેરે હતાં. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવણું રત્નાદિમય અઢારસે ચુમ્માતેર (૧૮૭૪) જિનમંદિર હતાં થરાદમાં પશ્ચિમ મ`ડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવી હતા. તેમની યાત્રામાં સાતસે (૭૦૦) જિનમદિર હતાં, અને તેણે યાત્રામાં મારક્રોડ સાનૈયાને વ્યય કર્યાં હતા. પેથડ નામના શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિઆર લાખ રૂપામય ટકના વ્યય કર્યો. અને તેના સંઘમાં આવન દેરાસર અને સાત લાખ માણસ હતા. વસ્તુપાળમત્રીએ કરેલી સાડીબાર યાત્રાએ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનુ સ્વરૂપ કર્યું છે. ૪ સ્નાત્ર મહોત્સવ કરવા. તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવા, તેમ કરવાની શક્તિ ન હાય તા દરેક પર્વને વિષે કરવા, તેમ પણ ન કરી શકાય તે વર્ષોંમાં એકવાર તે અવશ્ય સ્નાત્રાત્સવ કરવા. તેમાં મેની રચના કરવી. અષ્ટમંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું, તથા ઘણા ખાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને લેગ વગેરે સકળ વસ્તુના સમુદાય એકઠી કરવા. સંગીત આદિની સામગ્રી સારીરીતે તૈયાર કરવી. રેશમી વસમય મહાધ્વજા આપવી અને પ્રભાવના કરવી. સ્નાત્રોત્સવમાં પેાતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શકિતવડે ધનના વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂં પ્રયત્ન કરવા સંભળાય છે કે—પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર મહેાત્સવને અવસરે છપ્પન ઘડી પ્રમાણુ સુવર્ણ આપી ઇન્દ્રમાળા પહેરી અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક એક સુવર્ણમય ધ્વજા આપી અને તેના પુત્ર આંઋણુ શેઠે રેશમી વસ્રમય ધ્વજા આપી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપે કહ્યું છે. ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માલેાદ્બટ્ટન કરવું, તેમાં ઇન્દ્રમાળા અથવા શ્રીજી માળા દર વર્ષે શકિત પ્રમાણે ગ્રહણ કરવી, શ્રી કુમારપાળના સંઘમાં માલેઘટ્ટન થયું, ત્યારે વાગ્ભટ મંત્રી વગેરે સમથ લેાકા ચાર લાખ આઠ લાખ ઈત્યાદિ સંખ્યા ખેલવા લાગ્યા. તે સમયે સારઠ દેશના મહુવાના રહીશ પ્રાગ્નાટ "સરાજ ધાના પુત્ર જગડુશા, કે જે મલીન શરીરે મલીન વસ્ત્ર પહેરીને ત્યાં ઉભેા હતા. તેણે એકદમ સવાકોડની રકમ કહી, આશ્ચર્યથી કુમારપાળ રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, મ્હારા પિતાએ નૌકામાં એસી ફ્રેશ દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા ફ્રોડ 4
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy