SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વની સમજ ] पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥३॥ पाराशरस्मृत्यादावपि- “आदित्योदयवेलायां, या स्तोकापि तिथिभवेत् । सा संपूर्णेति मन्तव्या-प्रभूता नोदयं विना ॥१॥ उमास्वातिवचः-प्रघोषश्चैवं श्रूयते*"क्षये पूर्वी तिथिः कार्या, वृद्धौ कार्या तथोतरा। श्रीवीरज्ञाननिर्वाण कार्य लोकानुगैरिह ॥१॥" અર્થ:–(પર્વનાં કૃત્યોને જણાવતાં પતિથિઓ માટે જ જણાવે છે કે, સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી જે માટે લોકમાં પણ સૂર્યોદયને અનુસારે જ દિવસાદિને વ્યવહાર થાય છે કહ્યું છે કે–ચોમાસી, સંવત્સરી પફખી, પંચગી અને અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂક્ષ્મ હોય પણ બીજી નહિ. પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને નિયમો તે તિથિએ કરવાં કે જે તિથિમાં સૂર્યનો ઉદય હોય ૨ ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ કરવી બીજી (પૂર્વાહૂનખ્યાયિની, મધ્યા હૂનવ્યાપિની વગેરેથી) તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના થાય ૩ પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ સૂર્ય ઉદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ આખી છે એમ માનવું. ઉદય વિનાની ઘણી પણ તે દિવસે તિથિ હોય તે ન માનવી, (એમ જણાવ્યું છે) (ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય તિથિની સંજ્ઞા રાખવાનું જણાવીને ક્ષયવૃદ્ધિના પ્રસંગને માટે તે એમ કહે છે કે ( શ્રી ઉમાસ્વાતિ વાચકના વચનને પ્રપ તો એમ સંભળાય છે કે,–“પર્વતિથિને ટીપટ્ટામાં ક્ષય હોય ત્યારે (૫તિથિઓપણે એટલે આઠમ ચૌદશ આદિ પણે) પહેલાની તિથિ કરવી અને ત્ર માં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે (પર્વતિથિપણે એટલે આઠમ ચૌદશ આદિ પણે બીજી તિથિને કરવી. શ્રી મહાવીર મહારાજાનું જ્ઞાન નિર્વાણ-દીવાળી તે લોકોને અનુસારે કરવું. અરિહંત ભગવાનનાં જન્મ આદિ પાંચ કલ્યાણક પણ પર્વતિથિરૂપે જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દીવસે હોય તે દીવસને તે વિશેષે પર્વતિથિરૂપે ગણવે. * જિજ્ઞાસુઓએ જૂની વ્યાખ્યા, વિશેષ તિથિનું સ્વરૂપ, ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ, જૈન, શાસ્ત્ર પ્રમાણે તિથિની ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ, લૌકિક ટિપ્પણાને અનુસરી ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ કઈ તિથિને પર્વતિથિ ગણવી વિગેરે વિગેરે વિગતો “પર્વ. તિથિ નિર્ણય' નામના અમારા ગ્રંથના “પ્રાકથન માંથી જેવી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy