SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિ કૃત્ય ] ૨૫૭ ૬ છેષને જય મૈત્રીથી, ૭ મેહને જય વિવેકથી, ૮ કામને જય સ્ત્રીના શરીર ઉપર અશુચિ ભાવના ભાવવાથી. ૯ મત્સર જય બીજાની વધી ગયેલી સંપત્તિ જોવામાં આવે તે પણ મનમાં અદેખાઈ ન રાખવાથી, ૧૦ વિષયને જય ઇંદ્રિયને દમન કરવાથી, દષ્ટાંત, સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દષ્ટાન્ત, માસાહસ પક્ષિનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દૃષ્ટાન્ત કા. આ દૃષ્ટાન્તને પ્રત્યુત્તર જંબુસ્વામિએ અનુક્રમે કઠીઆરાનું દૃષ્ટાન્ત, વિદ્ય ભાલીની કથા, વાનર દૃષ્ટાંત, ઘોટકનું દષ્ટાંત, વિપ્રકથા. ત્રણમિત્રનું દષ્ટાન્ત અને લલિતાંગ કુમારનું દષ્ટાન્ત કહી આપે. આ પછી આઠ સ્ત્રીઓ પ્રતિબંધ પામી. પ્રાતઃકાળે જંબુકુમારે પ્રભાવચોર તેના પાંચ સાથીદાર, આઠ સ્ત્રીઓ. સાસુ સસરા અને માતા પિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામિ નિરતિચાર શુધ ચારિત્રપાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની માટે પ્રભવસ્વામિ થયા. થુલિભદ્ર–પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શકઠાળ નામે મંત્રી હતું. આ મંત્રીને લાછલદે નામે ભાર્યા હતી. આ શકાળમંત્રીને લાછલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષા યક્ષદિન્તા વિગેરે સાત પુત્રીઓ થઈ. એક દીવસ મિત્રોથી પરિવરી ટ્યૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કેશા નામની વેશ્યાએ તેમને જોયા. જોતાંજ તે મુગ્ધ બની અને આકર્ષાઈ પિતાના આવાસે લઈ ગઈ. સ્થલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મેહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કેશ્યાને ઘેર પસાર કર્યો. અને સાડા બાર કોડ સોનેયા ખર્ચા. પાટલીપુત્રમાં એક વરરૂચિ નામને બ્રાહ્મણ હતે તેણે કપટથી નંદનું મન શકહાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકપાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ મૃત્યુ આપ્યું, પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેણે વરરૂચિને જેલમાં નાખ્યો અને મંત્રિપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું. “હે રાજન ! મારો મોટો ભાઈ સ્થૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદને અધિકારી તે હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપે.” રાજાએ સ્થૂલિભદ્રને બોલાવ્યો. અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્ર જવાબમાં કહ્યું “રાજન ! હું વિચારી આપને જવાબ આપીશ.” રાજાએ “ભલે વિચાર કરીને કહેજે' એમ કહી તેને રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં ગયે તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડે વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાથ જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકારક દેખાવા લાગ્યાં. તેણે પિતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને શાસદેવીએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયે. રાજા આ જોઈ આશ્ચર્ય
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy