SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રિકૃત્ય ] २४७ કારની અનાનુપૂર્તિ ગુણવાથી અર્ધ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વગેરેના ગણવાથી પણ મન વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તે થકી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–ભંગિક કૃત ગણનારા પુરૂષ ત્રિવિધ ધ્યનમાં વસે છે. આ રીતે સ્વાધ્યાય કરવાથી ધમદાસની માફક પિતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક ઘણે ગુણ થાય છે. ધર્મદાસનું સ્વાધ્યાય ઉપર દષ્ટાંત નીચે પ્રમાણે છે – - ધર્મદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતે હતે. તેનો પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણે ક્રોધી હતે. એક સમયે ધર્મદાસે પિતાના પિતાને ક્રોધને ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો. તેથી તેને પિતા ઘણે ગુસ્સે થયે. અને હાથમાં લાકડી લઈ દેતાં રાત્રિને વખત લેવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યો, અને દુષ્ટ સર્ષની નિમાં ઉત્પન્ન થયો. એક વખતે તે દુષ્ટ સર્ષ અંધકારમાં ધર્મદાસને કરડવા સારૂ આ વહતે. એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે ગાથા આ હતી:– तिव्वं पि पुव्वकोडी, कयंपि सुकयं मुहुत्तमित्तेण । कोहग्गहिओ हणिओ, ह हा हवइ भवदुगे वि दुही ॥१॥ અર્થપૂર્વદોડ વર્ષની તીવ્ર તપશ્ચર્યાથી કરેલું પૂણ્ય ક્રોધી માણસ મુહૂર્ત માત્રમાં ગુમાવે છે અને આ ભવ અને પરભવ બંનેમાં દુઃખી થાય છે. વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખેથી સાંભળતાં જ તે સપને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવતા થયે, અને પુત્રને (ધર્મદાસને) સર્વે કામમાં મદદ આપવા લાગ્યો. એક વખતે સવાધ્યાયમાં તલ્લીન છતાંજ ધર્મદાસને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું માટે અવશ્ય સ્વાધ્યાય કરે જઈએ. ઘરના માણસોને ધર્મોપદેશ આપવો. પ્રતિક્રમણ પછી શ્રાવકે સામાયિક પારીને પિતાને ઘેર જવું. અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્ર, પૌત્રી, કાકે, ભત્રીજો અને વાણેતર તેમજ બીજા સ્વજનેને પણ જેની જેવી ગ્યતા હોય તે પ્રમાણે ધર્મને ઉપદેશકર ઉપદેશમાં ૧ સમ્યકત્વ મૂળ બાર વ્રત સ્વીકારવા ૨ સર્વે ધર્મમાં પિતાની શકિત વડે યતના વગેરે કરવી. ૩ જ્યાં જિનમંદિર તથા સાધમી ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી ૪ નવકાર ગણવા. ૫ ત્રિકાળ ચૈિત્યવંદન તથા જિનપૂજા કરવી. અને ૬ પચ્ચકખાણ વગેરે અભિગ્રહ લેવા. ૭ શક્તિ પ્રમાણે ધર્મના સાતે ક્ષેત્રોને વિશે ધન વાપરવું વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે—જે ગૃહસ્થ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને સર્વજ્ઞ પ્રણીત ધમને વિષે ન લગાડે, તે તે ગ્રહસ્થ આ લેકમાં તથા પરાકમાં તેમના કરેલા કુકર્મોથી લેપાય કારણ કે એ લોકમાં રિવાજ છે કે જેમ ચેરને અન્ન પાન
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy