________________
૨૪૮
[ શ્રાદ્ધ વિધિ
વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે તેમ ધર્મની બાબતમાં પણ જાણવું માટે તત્વના જાણુ. શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી.
' એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે દેશનું કરેલું પાપ રાજાને માથે રાજાનું કરેલું પાપ પુરો હિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે,'
સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લોકે ઘરના કામમાં વળગી રહેલા હેવાથી તથા પ્રમાદી વગેરે હેવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતું નથી. માટે ગૃહસ્થ શ્રાવક ઉપર કહ્યા પ્રમાણે ઘરે આવી ધર્મોપદેશ કરે છે તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્યઐષિના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું–
ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયે- તે દરરોજ સંધ્યા વખતે પિતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતું હતું. આથી અનુક્રમે સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબંધ પામ્યા; પણ એથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ ક્યાં છે? એમ કહેતે હોવાથી પ્રતિબંધ ન પામે. તેથી ધન્ય શ્રેષ્ઠિના મનમાં ઘણે ખેદ થતો હતો. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે નિર્ધામણા કરી ધર્મ સંભળાવ્યું અને તેની સાથે એ નિશ્ચય કરાવ્યો કે, “દેવતા થઈને હારે
હારા પુત્રને પ્રતિબંધ પમાડે.”તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. પછી તેણે પિતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશ્રેષિના પુત્રને પ્રતિબંધ પમાડશે. આ રીતે ઘરના સ્વામિએ પિતાની સ્ત્રી પુત્ર વગેરેને પ્રતિબંધ કર. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના માલીકને માથે દેષ નથી. કહ્યું છે કે સર્વે શ્રોતાજ. નેને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે; એ નિયમ નથી, પરંતુ ભવ્ય છે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગથાને વિસ્તાર પૂર્વક અર્થ છે. (૯). બ્રહ્મચર્ય પાળે અલ્પનિંદ્રા કરે અને અશુચિ ભાવના ભાવે.
पायं अवंभविरओ, समये अप्पं करेइ तो नि । निद्दोवरमे थीतणु-असुइत्ताइ विचिंतिज्जा ॥ १० ॥ [प्रायः अब्रह्मविरता, समये अल्पं करोति निद्रा ॥
निद्रोपरमे स्त्रीतनुअशूचित्वादि विचिन्तयेत् ॥ १०॥] અર્થ–તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રી સંગથી છુટા રહીને થોડો વખત ઉધ લેવી અને ઉંઘ ઉડી જાય ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
વિશેષ સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહેર રવિ ગયા પછી