________________
રારિ કૃત્ય ]
૨૩૭ બીજું ઔષધ વ્યાધિ હોય તે દૂર કરે અને ન હોય તે લાભ કે નુકશાન કાંઈ ન કરે. ત્રીજું ઔષધ વ્યાધિ હોય તે દુર કરે અને ન હોય તે રસાયણની પેઠે બળ બુદ્ધિ વગેરેને વધારે છે. આ ત્રીજા ઔષધ સરખુ પ્રતિક્રમણ છે. જે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તે ચારિત્ર ધર્મની પુષ્ટિ આપે છે.
શંકા–આવશ્યક ચૂર્ણિને વિષે કહેલ સામાયિક વિધિ તેજ શ્રાવકનું પ્રતિક્રમણ છે, કારણ કે આવશ્યક ચૂર્ણિમાં જણાવેલ તે સામાયિક વિધિમાં પ્રતિક્રમણના છ ભેદ તથા બને સંધ્યાએ અવશ્ય કરવું, એ સર્વ તેમાંજ ઘટાવી શકાય તેમ છે. પ્રતિકમણના ભેદ આ રીતે સમાય છે. ૧૧ સામાયિક કરીને ૨ ઇરિયાવહી પડિક્કમી, ૩ કાયોત્સર્ગ કરી ૪ ચતુર્વિશતિ સ્તવ બેલી ૫ વાંદણા દઈ શ્રાવક ૬ પચ્ચકખાણ કરે,” આ વચનથી આમાં છ આવશ્યક પુરાં થાય છે. તેમજ સામાકુમારૂં એવું ચૂર્ણિનું વચન છે તેથી પ્રભાત અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે. આથી સામાયિક વિધિ તેજ પ્રતિક્રમણ છે.
સમાધાન –ઉપરોક્ત શંકા તે બરાબર નથી. કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે આ રીતે હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિવાવહી અને વાદણાં એ ત્રણુજ મૂખ્યત્વે દેખાડયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કર્યું છે, તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેથા અધ્યયન રૂપ નથી. કારણ કે, “ ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે, સ્વમ જોયા પછી, નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી પ્રતિક્રમણ કરવું,” એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહિમાં કાઉસ્સગ્ગ અને વીસર્ભે જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી “શ્રાવકે સાધુ તથા ચિત્યને વેગ ન હોય તો પૌષધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. ” એ રીતે આવશ્યક ચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્ચાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું. ” આ પ્રમાણે ચૂર્ણિકારના વચનથી સ્પષ્ટસિદ્ધ થાય છે કે સામાયિકથી પ્રતિક્રમણ જુદું છે.
હવે “સામાનકુમાઉં” એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાંજ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તે પાસ શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે તે આ રીતે-“સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત, મન, વેશ્યા, સામાન્ય અધ્યવસાય, તિવ્ર અધ્યવસાય તથા ઇદ્રિ પણ આવશ્યકને વિષેજ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરાબર ઉપયોગ રાખી આવશ્યકની ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે” વળી તેજ સૂત્રમાં કહ્યું છે કે, “જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે અવશ્ય