SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ [ શ્રાદ્ધ વિધિ માંડયું. એટલામાં દેવીએ તેને માથા ઉપર એ પ્રહાર કર્યો કે જેથી તેને કેળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યા. “મહારે અપશય થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો. કાઉસ્સગથી સમ્યગદષ્ટિ દેવી હાજર થઈ અને પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કેઈએ મારી નાંખેલા બાકડાનાં નેત્ર લાવી તે પુરૂષને લગાડયાં. તેથી તેનું એકાક્ષ એવું નામ પડયું. આ પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરૂષ શ્રાવક થયે. લકે કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા. તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પાડ્યું. તેને જોવાથી ઘણા લેકે શ્રાવક થયા. આ રીતે દિવસચરિમ ઉપર એકાક્ષનું દષ્ટાંત કહ્યું છે. પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબને અધે અસ્ત થતા પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. શ્રાદ્ધવિધિ પ્રકરણમાં “શ્રાવકનું દિનકૃત્ય નામનો પ્રથમ પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ૨. રાત્રિ કૃત્ય. શ્રાવકનું દિનકૃત્ય કહ્યું હવે રાત્રિકૃત્ય કહીએ છીએ તેમાં સૌ પ્રથમ “રમ” શમાની વ્યાખ્યા કરે છે. પ્રતિક્રમણ કરવું. શ્રાવક ત્રીજીવાર જિનપૂજા કર્યા બાદ મુનિ મહારાજ પાસે અગર પૌષધશાળામાં જયણાપૂર્વક પ્રમાર્જન કરી સામાયિક લેવા વગેરે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરે છે પ્રકારના અવશ્યક રૂપ પ્રતિકમણ કરે. આ પ્રતિકમણમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપતિ, રજેહરણ વિગેરે ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક લેવાની વિધિ વિગેરે હકીકત શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિમાં કહેલી છે. આથી અહિં કહી નથી. શ્રાવકે સમ્યકત્વ અને બાર વ્રતના અતિચારોની વિશુદ્ધિને માટે પ્રતિક્રમણ કરવું. અને તે દરરોજ તેમજ બન્ને સંધ્યા એ અતિચારની વિશુદ્ધિની ટેવ માટે કરવું. રેગ થયે હોય તે હણે અને રેગ ન હોય તે કાંતિ ઉત્પન્ન કરે તેવા ત્રીજા ઔષધની પેઠે અતિચાર ન લાગ્યા હોય તે પણ શ્રાવકે અવશ્યમેવ પ્રતિક્રમણ કરવું. કેમકે તે અતિચાર લાગ્યા છે, તે દૂર કરે છે અને ન લાગ્યા હોય તે તે જીવનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે “પહેલા અને છેલલા જિનેશ્વરના શાસનમાં પ્રતિક્રમણ ધર્મ છે. એટલે અતિચાર લાગ્યા હોય કે નહિ તે પણ અવશ્ય હંમેશાં પ્રતિક્રમણ કરવું. અને મધ્યમ જિનેશ્વરના શાસનમાં અતિચાર લા હેયતેજ પ્રતિક્રમણ કરવું. એથી અતિચાર ન લાગ્યા હોય તે પૂર્વકોડ વર્ષે પણ પ્રતિક્રમણ ન કરે અને અતિચાર લાગે તે મધ્યાહનમાં પણ પ્રતિક્રમણ કરૂં” “ત્રણ પ્રકાના ઔષધમાં પહેલું ઔષધ વ્યાધિ હેય તે દુર કરે અને નહેાયત નવી ઉત્પન્ન કરે,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy