SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સંધ્યા કૃત્ય] ૨૩૫ [सन्ध्यायां जिनं पुनरपि, पूजयति प्रतिक्रामति करोति तथा विधिना । विश्रामणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम् ॥ ९ ॥] અર્થ–સંધ્યા વખતે ફરીથી જિનપૂજા કરવી. પ્રતિક્રમણ કરવું અને ત્યાર બાદ વિધિપૂર્વક મુનિરાજની સેવાભક્તિ કરવી અને સ્વાધ્યાય કરવો. આ પછી ઘેર જઈ સ્વજનોને ધર્મોપદેશ આપવો. સધ્યા વખતે દિવસ ચરિમ પચ્ચક્ખાણ લેવું તથા જિનપૂજા કરવી. વિશેષઃ-શ્રાવકે હંમેશાં એકાસણું કરવાં એ ઉત્સગ માર્ગ છે. કહ્યું છે કે-“શ્રાવક ઉત્સર્ગ માગે સચિત્ત વસ્તુને વજીનારે, હંમેશાં એકાસણું કરનાર તેમજ બ્રહ્મચર્યવ્રત પાળનાર હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હાય તેણે દિવસના આઠમા ચોઘડિયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે છતે ભેજન કરવું – વાળું કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભેજન કરે તે રાત્રિભેજનન મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી કે રાત્રિએ મેડું ભજન કરે તે ઘણા દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ અમારી કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભજન કરી રહ્યા પછી સૂર્યને ઉદય થાય, ત્યાં સુધીનું ચઉવિહાર, તિવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચક્ખણિ કરે, એ પચ્ચકખાણ મુખ્ય પણે તે દિવસ છતાંજ કરવું જોઈએ, પણ ગૌણપણે રાત્રિએ કરે તે પણ ચાલે એમ છે. શંકા–દિવસચરિમ પચ્ચકખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચકખાણમાં તે સમાઈ જાય છે, સમાધાન–એમ નહિ એકાસણુ વગેરે પચ્ચખાણના આઠ આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે. માટે આગારને સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે તેમજ રાત્રિભેજન પચ્ચક્ખાણવાળાને પણ તે દિવસ બાકી છતાં કરાતું હોવાથી તથા રાત્રિભેજન પચ્ચકખાણનું યાદ કરાવનારું છે. માટે ફળ દાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. આ પચ્ચક્ખાણ સુખે કરી શકાય તેવું છે તેમજ બહુ ફળદાયક છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે – દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચક્ખાણ કરતી હતી. તેને ધણી મિથ્યાષ્ટિ હતું. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ. એમાં મોટું દિવસચરિમ શું પચ્ચક્ખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતે હતે. એક વખતે શ્રાવિકાએ “તું ભાગીશ” એમ કહી ના પાડી તે પણ તેના ધણીએ દિવસચરિમ પચ્ચક્ખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy