SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રાદ્ધ વિધિ પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે,' માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામિ આદિ આચાયની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણુ મુખ્ય માગે ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપાની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળ પ્રાપ્તિ થાય છે. વળી અમે બીજે કહ્યું છે કે--પાતકાને જીવ પ્રદેશમાં કાઢી નાખનારૂં, કષાયરૂપ ભાવશત્રુને જીતનારૂં, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને મુકિતનું કારણ એવું પ્રતિક્રમણુ દરરોજ બેવાર કરવું,' પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત સભળાય છે તે નીચે પ્રમાણે છે. દિલ્હીમાં દેવસી રાઇ પ્રતિક્રમણના અભિગ્રહ પાળનારા એક શ્રાવક રહેતા હતા. રાજવ્યાપારમાં કાંઈ તહેામતમાં આવવાથી બાદશાહે તેને સર્વાંગે બેડીઓ જડીને બી ખાનામાં નાંખ્યા. તે દિવસે તેને લાંઘણુ થઈ હતી, તેા પણ તેણે સંધ્યા વખતે પ્રતિ ક્રમણ કરવાને સારૂ રખેવાળાને એક ટંક પ્રમાણુ સેાનું આપવાનું કબૂલ કરી બેઘડી સુધી હાથ છેડાવ્યા, અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે તેણે એક મહિનામાં સાઠ ટક પ્રમાણુ સાનું પ્રતિક્રમણને માટે આપ્યું. પેાતાના નિયમ પાળવામાં તેની એવી દૃઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયા અને તેણે તેને બંદીખાનાથી છોડી મુકી પહેરામણી આપી, અને પછી અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યુતના અને દૃઢતા રાખવી જરૂરની છે. પ્રતિક્રમણના પાંચ પ્રકાર અને સમય, પ્રતિકમણના, ૧ દેવસી, ૨ રાઇ, ૩ પુખ્ખી, ૪ ચૈામાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમના સમય ઉત્સગ માગે કહ્યા છે તે આ પ્રમાણે. ‘ગીતાથ પુરૂષષ સૂર્યબિંબના અધ ભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણના સમય સૂર્યના અર્ધો અસ્ત એજ જાણવા.' રાઇ પ્રતિક્રમણને કાળ આ રીતે કહ્યો છે કેઃ—આચાર્યાં આવશ્યક ( પ્રતિક્રમણ ) કરવાને વખત થાય છે ત્યારે ઉંઘ તજી દેછે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વારજ સૂર્યોંદય થાય.' અપવાદ મા`થી તા દેવસી પ્રતિક્રમણુ દિવસના ત્રીજા પહેારથી અર્ધી રાત્રિ સુધી કરાય છે. ચેાગશાસ્ત્રની વૃત્તિમાં તે। દેવસી પ્રતિક્રમણ અપેારથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઇ પ્રતિક્રમણ મધ્યરાત્રિથી માંડી અપેાર સુધી કરાય. તેમજ કહ્યું છે કે શઈ પ્રતિક્રમણ આવશ્યક ચણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડા પેાિિસ સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે પુરિમટ્ટુ–ખપાર સુધી કરાય છે. ' પાક્ષિક પ્રતિક્રમણુ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચામાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. ' શ'કાઃ—પુખ્ખી પ્રતિક્રમણ ચૌદશે કરાય ? કે અમાસ પૂનમે કરાય ? ઉત્તર-ચૌદશેજ કરાય એમ અમારૂં કહેવુ છે. જો અમાસે તથા પૂનમે પુખ્ખી પ્રતિક્રમણ કરાય તે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy