SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ રત્નસાર કથા ] મારી નાંખ્યો અને લેાકેાને નસાડી મુકયા છે. નગર ધન ધાન્યથી ભરપુર છે પણ કાઈ પ્રવેશ કરતું નથી. કારણ કે જે પ્રવેશે છે તેને રાક્ષસ મારી નાંખે છે 6 રત્નસાર કુમાર નગરમાં દાખલ થયા તેણે નગરને ધનધાન્યથી ભરેલું અને સુવ તથા રત્નથી ભરપૂર દેખ્યું, અનુક્રમે તે રાજમહેલમાં પેઠા ત્યાં તેણે સુની સુંદર શય્યા જોઈ કુમાર તેમાં સુતા કે તુર્ત ઉંધી ગયા. રાક્ષસ ધમપછાડા કરતા ત્યાં આવ્યા. તેણે કુમારને ઘસઘસાટ ઉંઘતા જોયા. ક્ષણભર હુંઆને કઈરીતે મારૂં? તે વિચાર કરવા લાગ્યા. પછી તુ તે વિચાર બદલી તે તેના ભૃતાના ટાળાંને તેડી લાવ્યેા. ભૂતાના અવાજે કુમારની ઘ ઉડી ગઈ. તેણે રાક્ષસને કહ્યું, “રાક્ષસરાજ! હું ઘસઘસાટ ઉંઘતા હતા તમે મારી નિંદ્રા ભાંગી તમે ઘાર પાપ કર્યુ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે−૧ ધમની નિંદા કરનાર ૨ પંક્તિના ભેદ કરનાર, ૩ વગર કારણે નિદ્રાના છેદ કરનાર ૪ ચાલતી કથામાં અંતરાય કરનાર અનેપ જરૂર વિના રસેાઈ કરનાર એ પાંચે પુરૂષો મહાપાપી ગણાય છે. * માટે પાછી મને ઉંઘ આવે તે સારૂ મારા પગના તળીયે તેલ મસળો.”રાક્ષસ સ્થિર થયા. તે વિચારવા લાગ્યો કે આને મારે કે ભૂતાનેા નથી જરાપણુ ક્ષેાભ કે નથી જરાણું ભય. જરૂર કાઈ આ મહાન સિદ્ધિસંપન્ન પુરૂષ હોવા જોઇએ. ભલે તેના કહ્યા મુજબ સેવા કરૂં, ' રાક્ષસે તેલ લઈ કુમારનાં પગનાં તળીયાં મસળવા માંડયાં. ઘેાડીવારે કુમાર બેઠા થયા. અને કહેવા લાગ્યું।. રાક્ષસરાજ! હું તમારા ઉપર પ્રસન્ન થયા છું. તમે માગે તે આપીશ.' રાક્ષસના આશ્ચ *માં વધારા થયા. તે વિચારવા લાગ્યા. હું દેવ અને આ માનવ, માનવ ઉપર દેવ પ્રસન્ન થાય તે તેા જાણ્યું છે. પણ આ મારા ઉપર પ્રસન્ન થઈ મને વરદાન માગવાનું કહે છે. આતા કેાઇ અજખ પુરૂષ છે. તે મેલ્યા ‘કુમાર ! મને વરદાન આપ્યું છે તે હું માગુ છુ કે તમે આ નગરના રાજવી થાઓ અને સુખ વૈભવ ભાગવા. ' કુમાર ઘડીકમાં વિચાર મગ્ન અન્ય, તેને ગુરૂ પાસે રાજ્ય નહિ સ્વીકારવાનું લીધેલ વ્રત યાદ આવ્યું,બીજી તરફ રાક્ષસને આપેલ વચન પણ યાદ આવ્યું. તેણે રાક્ષસને કહ્યું, રાક્ષસરાજ! તમે મને રાજ્ય આપે છે। પશુ મેં પૂર્વે વ્રત લીધું હાવાથી રાજ્ય લઈ શકું' તેમ નથી. ’ રાક્ષસને આ વચન સાંભળી ક્રોધ ચઢયો, તેણે કુમારને ઉપાડયો અને આકાશમાંથી સમુદ્રમાં ફેંકયો. સમુદ્રમાં પટકાઇ કુમાર બહાર આવતાં ફરી તેના પગ ઝાલી અદ્ધર કર્યો અને માલ્યા, ‘કુમાર ! એક માજી વરદાન આપે છે અને ખીજી માજી વ્રતની વાત કરે છે. તને અત્યારે શિલા સાથે અકાળી મારી નાંખુ છું,' કુમારે કહ્યું, ‘રાક્ષસરાજ ! જરાપણ વિલંબ વિના તમને ઉચિત લાગે તે કરા, પશુ હું મારૂં વ્રત છેડીશ નહિ.’ રાક્ષસે કુમારના દૃઢ નિશ્ચય જાણ્યો. તેણે રાક્ષસરૂપ સહયુ. અને અસલ દેવરૂપ પ્રગટ કર્યું અને કહ્યુ, “ કુમાર ! હું ચંદ્રશેખર દેવ છે. એક પ્રસંગે હરિણૈગમેષી દેવને મે' પૂછ્યું કે ‘જગમાં કાઇ એવા પુરૂષ છે કેજે લાભને આધીન ન થાય. ખત્રીસ લાખ અને અઠયાવીસ લાખ વિમાનના અધિપતિ ઈન્દ્રો પણ લેાભને આધીન થઈ લડે છે । પછી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy