________________
૨૨૮
[ શ્રાદ્ધ વિધિ
બીજાની શી વાત કરવી?” હરિëગમેષીએ મને કહ્યું, “તું કહે છે તે વાત સત્ય છે પણ હાલ જગતમાં વસુસારને પુત્ર રત્નસાર જરાપણ લેભને આધીન બને તેમ નથી. કારણકે તેણે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરેલ છે.” મને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને મેં પોપટ હર્યો, નગર વિકુવ્યું, મેના વિકુવી અને તેને ઉપદ્રવ કરી તારા સત્તની પરીક્ષા કરી. કુમાર! ખરેખર તું ધન્ય છે. કુમાર! તું કાંઈ વરદાન માગ.” કુમારે કહ્યું દેવ! હું વરદાન એટલું જ માગું છું કે તમે નંદીશ્વરાદિદ્વીપની યાત્રા કરી પૂન્ય મેળવો. જેથી તમારે દેવભવ સફળ થાય. દેવ અંતર્ધાન થયો અને કુમારને દેવમાયાથી કનકપુરીમાં મુક્યો.
થોડા દિવસ બાદ કનકધ્વજ રાજાની રજા મેળવી બે સ્ત્રીઓ સહિત કુમારે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે રત્નવિશાળ નગરીમાં રાજા અને નગરજનેથી સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. પિપટે રાજા, શેઠ અને નગરવાસીઓને રત્નસારની પરાકમ કથા કહી આનંદિત કર્યા.
સમય જતાં એક વખત વિદ્યાનંદ નામના આચાર્ય પધાર્યા. નગરના રાજાએ આચાર્ય ભગવંતને કુમારને પૂર્વભવ પૂછયો. આચાર્ય ભગવંતે પૂર્વભવ કહેતાં જણાવ્યું.
પૂર્વે રાજપુર નગરમાં શ્રી સરનામે રાજપુત્ર હતો. તેને શ્રેષિપુત્ર, મંત્રિપુત્ર અને ક્ષત્રિયપુત્ર એ ત્રણ મિત્ર હતા. આ ચારમાં ક્ષત્રિયપુત્ર મિત્રોની કલાકૌશલ્ય દેખી તેમના જ્ઞાનની પ્રશંસા કરતું હતું અને પિતાની જડતાની નિંદા કરતા હતા. એક વખત કઈ ચોરે રાણીને ત્યાં ચોરી કરી. સુભટોએ તેને પકડ્યો. રાજાએ તેને મારી નાંખવાને હુકમ આપે. કુમારે ચોરને શૂલિ ચડાવનારાઓને કહ્યું, “મારી માતાના દ્રવ્ય ચેરનાર ચોરને હું જ મારીશ.' તેમ કહી તણે ચેરને કબજે લીધે અને એકાંત જંગલમાં તેને લઈ જઈ હિતશિક્ષા આપી છેડી મુકો. આ છૂપી વાત પણ જતે દીવસે પ્રગટ થઈ અને તે વાત રાજાને કાને પહોંચી. રાજાએ શ્રીસારને તિરસ્કાર કર્યો. શ્રીસારને આથી માઠું લાગ્યું અને તે નગરમાંથી નીકળી ગયે. ત્રણ મિત્રો પણ તેની સાથે નગર બહાર નીકળ્યા. પણ આગળ જતાં માર્ગમાં ભૂલા પડ્યા. અને ભૂખ તરસથી પીડાઈ કેઈક ગામ નજીક આવી ભોજનની તૈયારી કરે છે તેવામાં કોઈ જિનકલ્પિ મુનિરાજ પધાર્યા. શ્રીસારે ચઢતે પરિણામે મુનિને ભિક્ષા આપી શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્રે કુમારના દાનની અનુમોદના આપી પણ સર્વ આપ આ વેગ ફરી ફરી થોડો મળવાને છે.” એક કહી કપટયુક્ત ભાવે અધિક શ્રદ્ધા દેખાડવા પ્રયત્ન કર્યો. મૂઢ ક્ષત્રિયપુત્ર બોલ્યો, “કુમારી અમને ઘણી ભૂખ લાગી છે માટે અમારે માટે કાંઈક ડું રાખો.” આ પ્રસંગથી ક્ષત્રિય કુમારે દાનાંતરાયકર્મ ઉપાર્જન કર્યું અને તેથી તે મૃત્યુ પામી શુક થયે. શ્રેષિપુત્ર અને પ્રધાન પુત્ર મૃત્યુ પામી કપટયુક્ત વચનને લઈ રત્નાસારની બે સ્ત્રીઓ થઈ અને શ્રીસારકુમાર રત્નસાર થયો. શ્રીસારે છેડાવેલ ચેર તાપસવ્રત પાળી ચંદ્રચૂડ દેવ થયે.
રાજા આદિ લોકો મુનિરાજનું વચન સાંભળી સુપાત્ર દાનને વિષે આદરવાળા થયા. રત્નસાર કુમારે રથયાત્રા, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, જિનમંદિર, ચતુર્વિધ સંઘ વાત્સલ્ય, દીનજન