SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ [ શ્રાદ્ધ વિધિ લત સક વિમાન જેવા પ્રાસાદ દેવમાયાથી આંખના પલકારામાં ઉભા કર્યાં. આ પ્રાસાદમાં રત્નસાર કુમાર એ સ્ત્રીઓ સાથે દાણુ દક દેવની પેઠે વિષયસુખ ભાગવવા લાગ્યા. આ તરફ ચંદ્રચૂડદેવદ્વારા કનકધ્વજ રાજાને પેાતાની પુત્રીઓની ભાળ અને લગ્નોત્સવની ખખર પડી. રાજા હષ પૂર્ણ બની અવિરત પ્રમાણે રત્નસારકુમારના આવાસ નજીક આવી પહોંચ્યા. કુમાર, પોપટ અને તેની બે પુત્રીઓએ રાજાનું અને તેના પરિવારનું અપૂર્વ સ્વાગત કર્યું. રાજાએ થોડા દિવસ બાદ પેાતાને નગરે પધારી કૃતાર્થ કરવાની માગણી કરી; કુમારે રાજાની માગણી કબુલ રાખી પ્રયાણ કર્યુ. અને થોડા દીવસમાં મહાત્સવપૂર્વક કનકપુર નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ કુમારને અનેક ભેટણાં અને એક સુંદર આવાસ આપ્યા. કુમારે અહિં એક વર્ષ ક્ષણની પેઠે પસાર કર્યું". * એક વખત કુમાર પોપટની સાથે વાતચિત કરી સુખશામાં સુતા હતા તેવામાં મધ્યરાત્રિએ કોઇ ચાર તેના શયનખંડમાં દાખલ થયા. ભાગ્યવશાત્ કુમારની આંખે ઉઘડી ગઇ. તેણે જોયું તેા ઘરમાં સમગ્ર બારણાં બંધ હતાં અને કાઇક માણસ ઘરમાં ક્રૂરતા હતા. કુમાર વિચાર કરે તેટલામાં તે માણસ ખેલ્યા. · કુમાર ! સંગ્રામ કરવા તૈયાર થા. વાણીયાના પુત્રને તે આવું પરાક્રમ છાજે ખરૂં.' તેમ ખેલતા પોપટનું પાંજરૂં ઉપાડી તે ચાલવા માંડયા કુમાર પાછળ પડયા પણુ જોત જોતામાં તે તેને દૂર સુધી લઈ ગયા અને પછી પોપટસહિત આકાશમાં ચાલ્યા ગયા. કુમારને ખુબ ખેદ થયા, પરમમિત્ર પોપટનું નામ સંભાળી તે ખેદ કરવા લાગ્યા. ચાર જે દિશાએ ઉડ્યો હતા તે દિશાએ કુમારસ ઠેકાણે ફર્યાં પણ પાપટ કે ચારની ભાળ ન મળી તેણે માન્યું કે જરૂર કોઈ દેવ કે વિદ્યાધર મારા વૈરી જાગ્યા છે અને તે પોપટને ઉઠાવી ગયો. આમ કરતાં કરતાં આખા દિવસ પસાર કર્યાં. રાત્રિ સાર કરી આગળ ચાલ્યા ત્યાં ખીજે દીવસે તેણે એક સ્વર્ગ સમાન નગર જોયું. નગરના દરવાજે પેસતાંજ એક મેનાએ કુમારને રોકયો અને કહ્યું કે ‘ કુમાર ! નગરમાં પ્રવેશ કરો નહિ કારણ કે આ નગરમાં પ્રવેશ કરનારને રાક્ષસ મારી નાંખે છે. આના સંબંધી વિગત આ પ્રમાણે છે— આ રત્નપુર નામનું નગર છે. તે નગરના રાજા પુરંદર નામે હતા. નગરમાં કોઇક ચાર ઠેર ઠેર ચારી કરી નગરને રંજાડતા હતા. તલારક્ષ વિગેરે ચોરને પકડી શકતા નહાતા. આથી પ્રજાએ રાજા આગળ પોકાર ઉઠાયેા. રાજાએ ચારને પકડવાનું માથે લીધુ. એક વખત મુદ્દામાલ સાથે ચારી કરી નાસતા ચોરને રાજાએ દીઠા, રાજાએ તેને પીછે પકડયા. ચોર એક મઠમાં ભરાયો, મઠના અધિપતિ તાપસ ઉઘતા હતા તેના લાભ લઇ ચોર મુદ્દામાલ તાપસ આગળ મુકી નાસી ગયા. રાજાએ તાપસને મુદ્દામાલ સાથે પકડયા. તાપસે ઘણી આજીજી કરી પણુ રાજાએ તે ન માની અને તેને શૂળીએ ચઢાવ્યા. તાપસ મૃત્યુ પામી રાક્ષસ થયા. તેને પૂવેર યાદ આવ્યું. તેણે તુત રાજાને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy