SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાસાર કથા ] ૨૨૩ સૂર્ય પણ આથમ્યા. ચંદ્રે શીતલતા વષાંવી. આ પછી એક બીજા એક બીજાને આશ્વાસન આપી સૌ સ્વસ્થ બન્યાં. • આ પછી પાછલી રાત્રે તિલકમ જરી ઉઠી અને સખીના પરિવાર સાથે વઇ ગેાત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં ગઈ. ત્યાં તેણે દેવીની ભકિત કરી તેની પ્રત્યે ખેલી ‘હે માતા! તું અમારા કુલનું રક્ષણુ કરનાર છે. અશાકમજરીના હરણુથી અમે સૌ ટ્વીન અને અનાથ બન્યાં છીએ જો તું આના જવાબ નહિ આપે તે હું તારે મારણે આમરણાંત ઉપવાસ કરીશ. કારણકે મને મ્હેત વિના જીવવામાં રસ રહ્યો નથી.' દેવી તિલકમંજરીની ભક્તિ, શકિત અને યુક્તિથી પ્રસન્ન થઇ મેલી ‘હે તિલકમંજરી! તારી બહેન ક્ષેમકુશળ છે. એક માસમાં તેની શુદ્ધિ તને આપેઆપ મળશે. તેજ વખતે ત્હારા અને એના મેળાપ થશે. વળી તું કદાચ મને પૂછે કે અમારે મેળાપ કયાં? કયારે? અને શી રીતે થશે: તે તું સાંભળ’ આ નગરીની પશ્ચિમ દિશાએ એક ભયંકર અટવી છે તે અટવીમાં ઋષભદેવ ભગવાનના પ્રસાદ છે. તે પ્રસાદમાં રહેલ પ્રતિમાની તું હરહ ંમેશ પૂજા કર જેથી તારૂં વિશ્ર્વ દૂર થશે. અને તારી મ્હેન તને ત્યાં મળશે.' તિલકમજરીએ કહ્યુ ‘માતાજી! દૂર રહેલ ઞા મીરે હું દરરાજ શી રીતે જા? અને પાછી શી રીતે આવું?” હું સુદરી! તે માટે તું ગભરાઈશ નહિ. મારા સેવક ચંદ્રચૂડ દેવ મારા હુકમથી મયૂરનું રૂપ કરી તને રાજ લઇ જશે અને પાછી લાવશે.' એટલામાં તે મયૂરપક્ષી પ્રગટ થયા. અને મને ઉપાડી અહિં લાવ્યેા. આમ હું રાજ પૂજા કરવા આવું છું અને પાછી જાઉં છું કુમાર ! દેવીએ જણાવેલ અટવી તે આ અઢવી છે. તિલકમંજરી તે હું છુ અને મારે શા માટે રાજ આવવું જવું પડે છે. તેનું કારણ તમે જાણ્યું. દેવીએ બતાવેલ મહિનાની અવધિ આજ પુરી થઇ છે છતાં હજી સુધી મને મારી મ્હેનના નામની પશુ ભાળ મળી નથી. કુમાર ! તમે જગતૂમાં ફરતાં મારા સરખા રૂપવાળી કાઇ કન્યાને જાઇ છે. ખરી!' 6 રત્નસાર કુમારે જવાખ આપ્યા, ‘તિલકમજરી! રૂપમાં શ્રેષ્ઠ એવી તારા જેવી કે તારા રૂપના અશવાળી પણ મેં કન્યા જોઈ નથી, પણ શબરસેના અટવીમાં રૂપ, આકાર અને વાણીમાં તારા સરખા એક તાપસ કુમાર જોયા હતા. આ વાતને સંભારતાં આજે પણ મને દુઃખ થાય છે અને લાગે છે કે કદાચ તું જ પુરૂષના વેષ લઈ તાપસ કુમાર હશે અગર તું વાત કહે છે તે ઉપરથી જણાય છે કે તેજ તારી બહેન તાપસકુમાર રૂપે હશે' એટલામાં વચ્ચે પાપટ આલ્યા ‘ રાજકુમાર ! મેં પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તે તાપસકુમાર કન્યા જ છે. તેમજ નિમિત્તથી પણ હું જાણી જણાવું છું કે આજે કાઈપણ રીતે તિલકમરીને તેની બહેનના મેળાપ થશે. ’ એટલામાં ભયથી થરથર કંપતી કોઈક હુંંસલી આકાશમાંથી કુમારના ખેાળામાં પડી. અને મનુષ્ય ભાષામાં ખેલવા લાગી. ‘કુમાર ! મારી રક્ષા કરે। .હું તમારે શરણે આવીધ્યું.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy