SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ [ શ્રાદ્ધ વિધિ એટલામાં અપ્સરા સરખી એક કન્યા મંદિરમાં પ્રવેશી. તે ભગવાનની ભકિતથી વંદના કરી મયૂર ઉપર બેસી નૃત્ય કરવા લાગી, પોપટ અને કુમાર તેની ભકિત અને નૃત્યમાં તન્મય બન્યા. પાછા વળતાં કુમારે તે સ્ત્રીને તેને વૃત્તાંત પૂછ્યા. સ્ત્રીએ કુમારના અતિ આગ્ર હુથી કાંઈક આશ્ચય, કાંઈક દુઃખ, કાંઇક ભય અને કાંઇક આનંદ એમ મિશ્રિત ભાવે પેાતાના વૃત્તાંત કહેવા માંડયે. તે આ રીતેઃ— કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કુસુમસુંદરી નામે રાણી હતી. એક વખત કુસુમસુંદરી સુખે શય્યામાં સુતી હતી ત્યારે તેણે રતિ અને પ્રીતિનું જોડું કામદેવના ખેાળામાંથી ઉઠી પાતાના ખેાળામાં આવી એઠું' તેવું સ્વપ્નમાં જોયું. કુન્નુમસુંદરીને જાગૃત થતાં સ્વપ્નના ભાવ તરવરવા લાગ્યા. તે રાજા પાસે ગઈ અને તેણે સ્વપ્નની સ* વાત કહી. રાજાએ વિચારી સ્વપ્નનું ફળ જણાવતાં કહ્યું ‘ હે સુંદરિ! તારે રતિ પ્રીતિ સરખું સ્વરૂપવાન કન્યાયુગલ થશે. ' કુસુમસુંદરી આનંદ પામી. તે ત્યારથી ગર્ભવતી થઈ, પૂર્ણ સમયે તેણીએ પુત્રી યુગલના જન્મ આપ્યા. ' રાજાએ પ્રથમ પુત્રીનું નામ અશાક મજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું પાડયું. દિવસે જતાં બન્ને કન્યાએ કલા સાથે વધવા લાગી. તેમનું રૂપ અને યૌવન ખીલી નીકળ્યું. અને જાણે આંખની એ સરખી એ કીકીઆ હાય તેવી એ કન્યાએ દેખાવા લાગી. કનકધ્વજરાજા કન્યાઓને યૌવન પરિણત દેખી વિચારવા લાગ્યા કે આમને માટે હું ચેાગ્યવર કયાંથી શોધી કાઢીશ? ખરેખર કન્યાના પિતાને ગમેતેવી સારી કન્યા હાય તા પણ દુ:ખજ હાય છે. સૌ પ્રથમ કન્યા થઈ' તે શબ્દ સાંભળતાં ચિંતા થાય છે મેટી થતાં તે કેને આપવી એવી ચિંતા મનમાં રહે છે અને લગ્ન કરાવ્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહિ અગર ત્યાં તેને શું સુખ દુઃખ મળશે ? તેથી પિતાનું ચિત્ત ચિંતાથી ઘેરાય છે. વસંતઋતુ એઠી, સર્વ મા વનરાજી ખીલી. કનકધ્વજ રાજા પુત્રીઓ અને સ્ત્રી સહિત -ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક હિંડોલા આગળ આવ્યા. અહિં અશાકમજરી હિડાલા ઉપર ચઢી અને તિલકમ'જરીએ તેને ર્હિંચકા નાંખ્યા. હિંડાલે ચઢેલી અશેકમંજરીએ તરૂણ પુરૂષોનાં મન અને નેત્રાને પણ હીડાળે ચઢાવ્યાં હોય તેમ હીંચકા ખાવા લાગી. એવામાં ત્રત્રૂહૂ અવાજ કરતા હિંચકા તૂટ્યો. લેકે શું થાય છે? તે જુએ તેટલામાં તેા અશાકમજરી હીંચકા સાથે આકાશમાં દૂર દૂર જતી દેખાઈ. લેાકાએ કાલાહલ અને ખૂમરાણ કરી મૂકી પણ અશાકમ’જરીને હરણુ કરનાર કાણુ છે તે ફાઈ શેખી શકયું નહિ. કનકધ્વજ રાજા પુત્રીના હરણથી શાકાકુલ થયેા. હેનના હરણુથી તિલકમંજરી જમીન ઉપર મૂર્છા ખાઇ પડી. માતા કુસુમસુ દરી પણ નિશ્ચેષ્ટ ખની વિલાપ કરવા લાગી. અશોક નામ ધારી વૃક્ષા પણ ચેક કરતાં હોય તેમ દેખાવા લાગ્યાં. આમ આખુ ઉદ્યાન શાકવાળું થયું. માતા, પિતા તિલકમાંજરી અને લેાકેાના દુઃખ ને સહન નહિ કરી શકવાથી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy