SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ [શ્રાદ્ધ વિધિ ઉત્તમ પુરૂષે શરણાગતનું સર્વશકિતથી રક્ષા કરે છે” કુમારે કહ્યું, “હે દિવ્યપક્ષિ હંસી! તું જરા પણ ભય ન પામ, રાજા, વિદ્યાધર, દેવ કે ઈન્દ્ર કઈ તને ઉપદ્રવ નહિં કરે અને તને મારી પાસેથી કઈ હરણ નહિ કરે. હું મારા પ્રાણથી પણ તારી રક્ષા કરીશ.” ત્યાં આકાશમાં ક્રોડે વિદ્યાધર કુમાર ઉપર હુમલે લઈ આવતા દેખાયા. પો૫ટ આગળ થયે. અને ત્રાડ નાંખી વિદ્યાધરોને કહેવા લાગ્યા, “હે વિદ્યાધર સુભટે! તમે જેની સામે હમલે લઈ જાઓ છે તેમની તમને ખબર નથી. દેવતાથી ન છતાય તેવા કુમારને સતાવશે તે તમારે અહિંથી ભાગવુંજ ભારે પડશે.” વિદ્યાધરોએ વિચાર્યું કે “આપણે ઘણા યુદ્ધ ખેલ્યાં છે, ઘણી ત્રાડો સાંભળી છે પણ આજે જે ભય આપણા હૃદયમાં થાય છે. તે ભય પ્રથમ જન્મ્યો નથી. જરૂર આ કુમાર માનવ નહિ પણ દેવ હવે જોઈએ. અને વધુ શક્તિશાળી સાથે યુદ્ધ ખેલી નાહક શા માટે આપણે આપણા પ્રાણ એવા જોઈએ.” વિદ્યાધર સુભટો રાજા પાસે ગયા, અને સર્વ બનેલ વાત કહી. વિદ્યાધરેંદ્રને ક્રોધ ચડ્યો અને તે બ. પોપટ કે કુમાર ગમે તે હેય તેની તને મે શા માટે દરકાર કરી હું જાતે જાઉ છું અને મારું બળ બતાવું છું.' વિવામાયાથી તેણે દસ મસ્તક વસ ચક્ષુ અને વીસ હાથવાળું રૂપ વિકુળ્યું. દરેક હાથમાં જુદા જુદા દિવ્ય શસ્ત્રો અને દરેક મુખ તથા આંખથી જુદી જુદી ચેષ્ટા કરનાર યમ સરખો, પ્રલયના ઉત્પાત સમાન વિદ્યાધર કુમાર પાસે આવ્યા, અને બે “નિલ જજ પ્રાણથી પણ વહાલી મારી હંસીને તું મુકી દે, નહિતર કમેતે મૃત્યુ પામીશ.” - પિશાચસરખા રૂપવાળા વિદ્યાધરેંદ્રને દેખી પિપેટ શંકાથી, મયુર પક્ષી કૌતુકથી, તિલક મંજરી ત્રાસથી અને હંસી ભયથી કુમારના મુખ તરફ જુએ છે તેટલામાં કુમારે તે વિદ્યાધરેંદ્રને કહ્યું હતું ફેગટ શામાટે બીવરાવે છે. આવા રૂપથી બાળકો બીવે છે. શૂરવીરને તે બળની ગણતરી હોય છે. સામાન્ય પક્ષીઓ તળેટા પાડવાથી ઉડી જાય છે. પણ મઠમાંના પક્ષી ઢોલ પીટાય તે પણ ઉડતા નથી. હજી પણ હું કહું છું કે તું ચાલ્યો જા, નહિં તે તારા દશે મસ્તકે, દશ દિપાલને બલિરૂપે આપીશ.” આ પછી બન્ને વચ્ચે ઘેર સંગ્રામ થયો. ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપી મુકી શિધ્ર દેવતાઈ રૂ૫ વિકુળ્યું તેણે એક પછી એક શ કુમારના હાથમાં મુકયાં. કુમારે અને વિદ્યાધરેન્ડે આકાશને બાણ અને વિવિધ શસ્ત્રોથી છાઈ નાંખ્યું. આમ છેડે વખત તે સેલ, બાવલ, તામર વગેરે બાણનું યુદ્ધ ચાલ્યું. પણ પછીથી વિદ્યાધરેન્દ્ર અનેક વિદ્યાઓ મુકી યુદ્ધ કરવા માંડયું. કુમારે તેની સર્વ વિદ્યા પ્રતિવિદ્યાએ મુકી નિષ્ફળ કરી. છેવટે કુમારે વિદ્યાધરેન્દ્ર સામે જોયું તે ચારે બાજુ વિદ્યાધરેન્દ્ર રાજા સિવાય તેને કાંઈ ન દેખાયું. કુમારે ચારે બાજુ બાણે ફેંકયાં. ચંદ્રચૂડે મુદગાર લઈ વિદ્યાધરના મૂખ્યરૂપ ઉપર પ્રહાર કર્યો કે તુર્ત તેની બહુરૂપ ધારણ કરનાર મહાવિદ્યા નાસી ગઈ. વિદ્યાધરેન્દ્ર તેની સાથેજ નાડ્યો અને કુમારને જયજયારવ થયા. કુમાર અને દેવતા આવાસે આવ્યા. હંસીએ આવતાં વેંત “હે ક્ષમાશીલ, દયાળ, પરદુઃખભંજન કુમાર! તમે જયવંતા વતે, મારે કાજે તમે જે ઘેર કષ્ટ અને યાતના
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy