SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ [ શ્રાદ્ધ વિધિ સ્વસ્તિક, ન દ્યાવત વગેરે કરવાનું; તથા જળ, ચંદન, વાસક્ષેપચૂર્ણ વગેરેનુ' અભિમંત્રણ કરવું મ્હારા તામામાં છે, ” પછી ચાથી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું પાતળી હોવાથી કાનની અંદર ખણુવા આદી જીણાં કામેા કરી શકુ છુ, શરીરે દુ:ખ આવે દાદિ સહું છું, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરૂ છું, જપની સખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું”, તે સાંભળી ચારે આંગળીઓએ માંહામાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછયું કે, ત્હારામાં શા ગુણુ છે ? ” અંગૂઠે કહ્યું, “અરે ઓ ! હું તે તમારા ધણી છું! જૂએ લખવું ચિત્રામણ કરવું, કાળિયેા વાળવા,ચપટી વગાડવી, ટચકારા કરવા,મૂઠી વાળવી, ગાંઠ વાળવી હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સંમાળવી, તથા કાતરવી, કાંતવું, લેાચ કરવા, પીંજવુ, વસુવું, ધાવુ, ખાંડવું, દળવું, પીરસવુ. કાંટા કાઢવા, ગાયા વગેરે દાહવી, જપની સખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પ પૂજા કરવી, વગેરે કાર્યો મ્હારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, શ્રીજિનામૃતનું પાન કરવુ. અંગૂઠ પ્રશ્ન કરવા વગેરે કાચાં એકલા મ્હારાથીજ થાય છે” તે સાંભળી ચારે આંગળીએ અગ્માને આશ્રય કરી સવ કાર્યો કરવા લાગી. (૨૭) છ ધર્માચાર્યાંનું ચિતાચરણ. રજનના સંબંધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાયના સંબંધમાં ઉચિત આચરણુ કહીએ છીએ પુરૂષે દરરાજ ત્રણ ટાંક ભક્તિથી શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માંચાયને વંદના કરવી. (૨૮) ધર્માચાયે દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામે કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવા. (૨૯) ધર્માચાયના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધર્મી લેાકાએ કરેલા ધર્મોચાય ના અવણુ વાદને પેાતાની શક્તિ માકરાકે પણ ઉપેક્ષા ન કરે, કહ્યું છેકે-મ્હોટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્ય ના સ્તુતિવાદ હંંમેશાં કરે. કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાયની પ્રશ ંસા કરવાથી અસખ્ય પૂણ્યાનુબધિ પૂણ્ય અંધાય છે. (૩૦) ધર્માચાનાં છિદ્ર ન જોવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુસરવું, તથા પ્રત્યનીક લેાકેાએ કરેલા ઉપદ્રવને પોતાનામાં જેટલી શક્તિ હાય તેટલી શક્તિથી વારવા. અહિં કોઈ શંકા કરે કે, “પ્રમાદથી રહિત એવા ધર્માંચાયમાં છિદ્રોજ ન હોય ત્યારે તે ન જોવાં એમ કહેવુ વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાયની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું,” એના જવાબ આ પ્રમાણે છે-“ખરી વાત છે કે ધર્માંચાય તેા પ્રમદથી અને મમતાથી રહિતજ છે,પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવકોને પેાતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જુદા ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યુ છે કે— હૈ ગૌતમ ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. એક માતા પિતા સમાન, બીજા ભાઈ સમાન,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy