________________
ઉચિતાચરણ ]
૨૦૩
-
-
-
-
ખરેખર જોતાં પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે. કારણકે રહેદના ઘડા જેમ ભરાય છે, અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કેઈની દરિદ્રાવસ્થા અથવા પિસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વે આપણે જેમના ઉપર ઉપકાર કર્યો હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનેને સંકટમાંથી ઉદ્ધાર કરવા જોઈએ. (૨૫)
પુરૂષે સ્વજનેની પરપૂઠે નિંદા ન કરવી, તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્કવાદ ન કરે. કારણ કે, તેથી ઘણા કાળની પણ પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરવી, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરવી.
પુરૂષે સ્વજન ઘરમાં ન હોય, અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હેય તે તેના ઘરમાં પ્રવેશ ન કરે, તેમની સાથે પૈસાનો વ્યવહાર ન કરો, તથા દેવનું ગુરૂનું અથવા ધર્મનું કાર્ય હેય તે તેમની સાથે એકદિલ થવું.
સ્વજનની સાથે પૈસાને વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે, પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે
यदीच्छेत् दृढां प्रोति त्रीणि कदापि न कारयेत् ।
विवादोऽर्थसम्बन्धं परोक्षे दारभाषणम् ॥ १॥ જયાં ઘણું પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજો પૈસાને વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે, સંસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિલપણું રાખવાથીજ પરિણામ સારું આવે છે. તે પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું કહેવું જ જોઈએ, કેમકે, તેવાં કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંધની એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શોભા વગેરે સંભવે છે. માટે તે કાર્યો સવની સંમતિથી કરવાં. સ્વજનની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓને દાખલ છે, તે નીચે પ્રમાણે છે
પ્રથમ તજની (અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં મુખ્ય હોવાથી તેમજ વસ્તુ દેખાડવામાં,ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં વિશેષે કુશળ હોવાથી અહંકાર પામી મધ્યમાં (વચલી) આંગળીને કહે છે. “હારામાં શા ગુણ છે ?” મધ્યમાએ કહ્યું “હું સર્વે આંગળીઓમાં મુખ્ય મહેટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્રી, ગીત, તાલ વગેરે કળામાં કુશળ છું, કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દેવ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી વગાડું છું, અને ટચકારાથી શિક્ષા કરનારી છું.” એમજ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, “દેવ, ગુરૂ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેની નવરંગ ચંદનપૂજા, મંગલિક,