________________
૧૪
[ શ્રાદ્ધ વિધિ
-~-
~
વાર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવે ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાનન લેવું. ચક્રી પાસેથી દાન લેવું તે દસ હિંસા સમાન, કલાલ પાસેથી લેવું તે સે હિંસા સમાન, વેશ્યા પાસેથી લેવું તે હજાર હિંસા સમાન, અને રાજા પાસેથી લેવું તે દશ હજાર હિંસા સમાન છે. એવાં સ્કૃતિનાં તથા પુરાણ આદિનાં વચનોમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યો છે. માટે હું રાજદાન નહીં લઉં.” પછી મંત્રીએ કહ્યું “રાજા પિતાના ભુજબળથી ન્યાયમાગે મેળવેલું સારૂં નાણું તમને આપશે. માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો. તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહાણને બેસવા સારૂ આસન આપ્યું, પગ ધંઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણા તરીકે કઈ ન જઈ શકે એવી રીતે તેની મઠીમાં આસ્થા. બીજા બ્રાહ્મણે તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપીને બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી દિલગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તે કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ અન વ આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઉપજેલા તેથી ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાતિ ધન ઉપર સેમ રોજાની કથા છે. ન્યાયાર્જિત ધન અને સુપાત્રદાન ઉપરની ચે ભંગી
૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના
ગથી પ્રથમ ભાંગે થાય છે, એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું, યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે, અહિં ૧ ધનસાર્થવાહ તથા ૨ શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું.
૨ ન્યાયથી મેળવેલું ધન પણ કપાત્ર દાન એ બેને યોગ થવાથી બીજે ભાંગે થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય છે, તે પણ અંતે તેનું પરિણામ કડવુંજ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે –
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભમાં વિષય આદિ સુખ જોગવી મરીને સર્વ સુંદર અને સુલક્ષણ અવયને ધારણ કરનારે સેચનક નામે જાતિને હાથી થયું. તેણે લાખ બ્રાહ્મણને જમાડયા, ત્યારે બ્રાહ્મણોને જમતાં