SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શક્તિ ] ૧૮૫ ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રદાન આપનાર બીજો એક દરિદ્વી બ્રાહ્મણ હતું. તે સુપત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથી વી પાંચ રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિક પુત્ર થયે, તેને જોઈ સેચનકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે પણ અંતે તે પહેલી નરકે ગયે. ૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્ર દાન એ બેના મળવાથી ત્રીજે ભાંગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજને વાવવાથી જેમ અંકુર માત્ર ઉગે છે, પણ ધાન્ય નિપજતું નથી, છે તેથી રાજાએ વ્યાપારિ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે સાર વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂએ તેને સાત ક્ષેત્રેમાં વાવીને શેલડી સમાન કરી, ગાયને ખેળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું પરિણામ ઝેરના રૂપમાં આવે છે. સુપાત્રે તથા કુપાત્રે વસ્તુને ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે માટે સુપાત્રદાન કરવું એજ ઉત્તમ છે. સવાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુટમાં પડે તે મોતી થાય છે. જુઓ, તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મહેટા આરંભ, સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે છે, તે ધનથી આલેકમાં અપયશ અને પાકમાં નરકજ પ્રાપ્ત થાય. અહિં મમ્મણશ્રેષ્ઠિ વગેરેનાં દષ્ટાંત જાણવાં. ૪ અન્યાયથી મેળવેલ ધન અને કપાત્ર દાન એ બેનાથી એથે ભાગે થાય છે, એથી માણસ આલોકમાં સત્યુને ધિક્કારવા યોગ્ય થાય છે, અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે, માટે એ ચે ભાગે વિવેકી પુરૂએ અવશ્ય તજ કેમકે અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દેષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી કે જે શ્રાદ્ધ કરે છે તેથી ચંડાલ, ભિલ્લ અને એવાજ (બુક્કસ) હલકી જાતના લકા ધરાઈ રહે છે. ન્યાયથી મેળવેલું ઘેટું ધન પણ જો સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે તેથી કાંઈ ખરૂં ફળ નિપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતું હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયઃ અન્યાયમાર્ગે ચાલનારે, કલહ કરનારે, અહંકારી અને પાપકમી હોય છે. અહિં કથકી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંકણીની કથા નીચે પ્રમાણે છેમારવાડમાં પાલી ગામમાં કાયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાને * એક જાતના ઘાસની સાંઠી. ૨૪
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy