SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ઉજમણું આદિ ધર્મકૃત્ય કરે અને કરાવે તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગ ગઈ. તે પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યા નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ પૂર્ણ થતાં સ્વર્ગથી ચ્યવી કઈ ધનવાન તથા પુત્રરહિત શેઠને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે ગર્ભમાં આવી ત્યારે એચિતે પરચક્રને મહેટો ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવ ન થયે. જજોત્સવ, છઠીને જાગરિકત્સવ, નામ પાડવાને ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ હોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, પણ રાજા તથા મંત્રી આદિ મ્હોટા લોકેના ઘરમાં શેક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તે પણ ચેરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહિં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી, છતાં પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવાપીવાની તથા પહેરવા ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, જે સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે “હે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં હારા હાથમાં દેડકે આ એ હારે દોષ નથી પણ હારા પૂર્વકર્મને દેષ છે.” પછી શેઠે “એ પુત્રીને એકે ઉત્સવ થયો નથી એમ વિચારી મહેટા આડંબરથી તેને લગ્ન મહોત્સવ કરવા માંડયો. લગ્ન વખત નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી! ત્યારે બિલકુલ ઉત્સવ વિના વરવહુને હસ્તમેળાપ માત્ર રૂહી પ્રમાણે કર્યો. હેટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર તે આવી હતી. સાસરે આદિ સર્વે લેકેને માનીતી હતી, તેપણ પૂર્વની પેઠે નવા નવા ભચ, શેક, માંદગી આદિ કારણુ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાના મનગમતા વિષયસુખ તથા ઉત્સવ ભોગવવાને વેગ નજ મળ્યો, તેથી તે મનમાં ઘણું ઉદ્વિગ્ન થઈ અને સવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તેં શેડો નકર આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મહેટ આડંબર દેખાડયો તેથી જે દુષ્કર્મ તેં ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષમીવતીની કથા છે. આથી ઉજમણા આદિમાં મૂકવા માટે પાટલિઓ, નાળિયેર, લાતુ આદિ વસ્તુ તેનું જેટલું મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, તે શુદ્ધનકરો કહેવાય છે. કેઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડયું હોય, પરંતુ અધિક શકિત આદી ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કઈ બીજો માણસ કાંઈ મુકે, તે તેથી કઈ દેશની પ્રાપ્તિ થતી નથી. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચેખા, સોપારી નૈવેદ્ય આદી વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, લેગ (કેસર, ચંદન) વગેરે વસ્તુ પિતાના દેરાસરમાં ન વાપરવી, અને બીજા જિનમંદિરમાં પણ પોતાના હાથે ભગવાન ઉપર નચઢાવવી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy