SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ [ શ્રાદ્ધવિધિ w કારણકે, દેવની નિશ્રાએ ન રાખી હોય તે પિતાના ઘરમાં કોઈ પ્રયોજન પડે તે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝરી આદિ વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હેય તે તે સર્વ ધર્મકૃત્યમાં વાપરી શકાય છે. પિતાની નિશ્રાએ રાખેલ તંબૂ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખી હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહિં. કારણકે, આ સર્વેમાં મનના પરિણામ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકાય છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. પણ ગણાતું નથી. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ વાપરવી નહિં. કારણકે, તેથી નિáસપણું વગેરે દેશની પ્રાપ્તિ થાય છે. શ્રાવક સાધારણું ખાતાનાં ઘર વિગેરે ભાડે રાખે છે તેમાં વિવેક રાખી વર્તવું. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી. તોપણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું, અને તે પણ કહેલી મુદતની અંદર તેિજ જઈને આપવું. તેમાં જે કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદી પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમરાવવા પડે છે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું. કારણકે, તે લેકવ્યવહાર છે, પરંતુ જે પિતાને અર્થે એકાદ માળ ન ચણાવ્યો હોય અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય તે, ભાડામાં વાળી લેવાય નહિં. કારણકે, તેથી સાધારણ દ્રવ્યને ઉપભોગ કરવાને દોષ આવે છે. કેઈ સાધર્મિકભાઈ માઠી અવસ્થામાં હોય, તે તે સંઘની સંમતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે છે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે જે ઘણું દિવસ રહેવું પડે તથા ત્યાં નિદ્રા આદિ લેવી પડે તે જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપે. જે ચેડા કરે આપે તે દેષ લાગે છે. છે નકરે આપી ઘણું વસ્તુ ન વાપરવી. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોનારૂપાની પાટો, કળશ, ફૂલ, પફવાન્ન, સુખડી વગેરે વસ્તુ, ઉજમણામાં, નંદિમાં પુસ્તકપૂજા વગેરે કૃત્યમાં સારે નકરો આપ્યા વિના ન મૂકવી. “ઉજમણા આદિ કૃત્યો પોતાના નામથી મહેોટા આડંબરે માંડયાં હોય ત્યારે ઘણી વસ્તુ દેખી લેકમાં ઘણી પ્રશંસા થાય” એવી ઈચ્છાથી થોડો નકર આપીને દેવદ્રવ્યાદિની ઘણી વસ્તુ મૂકવી એ એગ્ય નથી. ઓછો નકર આપી ઉજમણું કરવા ઉપર લક્ષ્મીવતીની સ્થા. કેઈ લકમાવતી નામે શ્રાવિકા ઘણી કચવાન, ધાર્મિક અને પિતાની મહેટાઈ ઈચ્છનારી હતી. તે હંમેશાં ઘેડ નકર આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારનાં
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy