________________
ધર્મદત્તની કથા ] ધર્મ થાય છે, અને ધર્મથી પિતાનું વાંછિત સફળ થાય છે.” પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુરશિરોમણિ! તું મને એમ કેમ કહે છે? તને હું ડીજ વારમાં મૂકી દઉં છું, પણ તે પહેલાં તને એક વાત પૂછું છું કે અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણુ શુભકર્મ હું હમેશાં કરૂં છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતું? પુત્ર વિના હું દુઃખી છું, તે તું શી રીતે જાણે છે, અને તે મનુષ્યની વાણી શી રીતે બોલે છે?” હંસ બોલ્યો. “હું તને લાભકારી વચન કહું છું. કે ધન, પુત્ર, સુખ આદિ સર્વેની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા પૂણ્યની આધીનતામાં છે. આલેકે કરેલું શુભકર્મ તો વચ્ચે આવતા અંતરાને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે દેવતાની બાધા આખડી રાખે છે, તે મિથ્યા છે, અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મજ જીવને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુને દાતાર છે. જે જિનધર્મથી વિઘથી શાંતિ વગેરે ન થાય, તે પછી બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહી, તે કાંઈ બીજા ગ્રહથી ઓછો દૂર થાય ? માટે તું કુપગ્ય સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પચ્ચસમાન અદ્ધર્મની આરાધના કર. તેથી આલોકમાં તથા પરલોકમાં પણ હાર મને રથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી ઉડી ગયે. પ્રીતિમતી રાણીએ સદ્દગુરૂ પાસેથી શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણે અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે “હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તે સેંકડે પુત્ર છે. એમાં રાજ્યને
ગ્ય કેણ હશે ?” રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વમમાં જાણે સાક્ષાતજ હાયની ! એવા કેઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન ! રાજ્યને યોગ્ય પુત્રની તું કટ ચિંતા ન કર, કલ્પવૃક્ષ સમાન એક જિનધર્મનીજ તું તારે આરાધના કર. તેથી આ લોક અને પરલોકમાં હારી ઈષ્ટ સિદ્ધિ થશે.” આ સ્વમ જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવા રૂપ જિનધર્મની આરાધના કરવા લાગ્યો. કારણકે એવું સ્વમ જોયા પછી કેણ આળસ્યમાં રહે? પછી કેટલાક વખત બાદ કેઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વ લોકે આનંદ પામ્યા. અને તે ગર્ભના પ્રભાવથી પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દોહો ઉત્પન્ન થયા. દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાંજ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં વાર થાય છે, ધનવંત લેકની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગે મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિને દેહલે દુઃખથી પૂર્ણ કરાય એ હતો, તે પણ રાજાએ ઘણા હર્ષથી તેને સંપૂર્ણ દેહલો તત્કાળ પૂર્ણ કર્યો. અને પૂર્ણ કાળે મેરૂ પર્વત ઉપરની ભૂમિ પારિજાત કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રતિમતી રાણીએ પુત્રને જન્મ આપ્યો.