________________
૯૪
[ શ્રાદ્ધવિધિ
શ્રતના આલંબન વગર કેવળ પૂર્વના અભ્યાસના રસથીજ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષેએ અસંગ અનુષ્ઠાન જાણવું, એ જિનકલ્પી પ્રમુખને હોય છે. જેમ કુંભારના ચકનું ભ્રમણ પ્રથમ દંડના સંગથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે. અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ભમતું રહે છે, તેમ આગમના કેવળ સંસ્કારથી આગમની અપેક્ષા ન રાખતાં અસંગ અનુષ્ઠાન થાય છે. એ રીતે આપેલાં દૃષ્ટાન્તથી વચન અનુષ્ઠાનમાં અને અસંગ અનુષ્ઠાનમાં ભેદ સમજે. પ્રથમ બાલાદિકને લેશમાત્ર, પ્રીતિથી અનુષ્ઠાન સંભવે છે, પણ ઉત્તરોત્તર નિશ્ચયથી અધિક ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ આદિ ચારે પ્રકારનું અનુષ્ઠાન પ્રથમ ભાંગામાં કહેલા રૂપિયા સરખું નિશ્ચયથી જાણવું. કારણ કે, પૂર્વાચાર્યોએ ચારે પ્રકારનું અનુષ્ઠાન મુક્તિને અર્થે કહ્યું છે. બીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન પણ સમ્યગૂ ધર્માનુષ્ઠાનનું કારણ હેવાથી એકાંત દૂષિત ન જાણવું. કારણ કે, પૂર્વાચાર્યો કહે છે કે, દંભ કપટાદિ રહીત ભવ્ય જીવની અશુદ્ધ ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મકિયા આદિનું કારણ થાય છે, અને તેથી અંદર રહેલું નિર્મળ સમ્યકત્વ રૂપ રત્ન બાહ્યમળને ત્યાગ કરે છે. ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન માયામૃષાદિ દેષ યુક્ત હોવાથી છેટા રૂપિયાથી વ્યવહાર કરનારની પેઠે મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. એ ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન પ્રાયે ભવાભિનંદી જીને અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને ભારે કમિપણાથી થાય છે. ચેથા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન તે નિશ્ચ આરાધના અને વિરાધનાથી રહિત છે. તે અભ્યાસના વશથી કઈ વખત કોઈ જીવને શુભને અર્થે થાય છે. જેમ કેઈ શ્રાવકને પુત્ર કાંઈ પણ પુણ્યકર્મ કર્યા વિના કેવળ હમેશાં જિનબિંબને જોતાં જોતાં મરણ પામે, અને મત્સ્યપણે ઉત્પન્ન થયે, ત્યાં પ્રતિમાકાર મત્સ્યના દર્શનથી સમ્યત્વ પાપે. એ ચોથા ભાગનું દૃષ્ટાંત જાણવું. એ રીતે દેવપૂજા આદિ ધર્મકૃત્યોમાં એકાંતથી પ્રીતિ અને બહુમાન હોય તથા વિધિપૂર્વક ક્રિયા કરવામાં આવે તે ભવ્ય જીવ યોગ્ય ફળ પામે છે. જરૂર પ્રીતિ, બહુમાન અને વિધિ વિધાન (વિધિ માફક કરવું.) એ ત્રણેને વિષે હંમેશાં સારી પેઠે યત્ન કરે જોઈએ. પ્રીતિ બહુમાન અને વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવા સંબંધમાં ધર્મદત્તની કથા. - રાજપુર નગરમાં રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પિતાની રૂપ સંપદા જાણે થાપણુજ મૂકી હાયની ! તેમ તે રાજાને પ્રીતિમતી પ્રમુખ પાંચસેં રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણું વજીને સર્વે રાણુઓને એકેક પુત્ર હતે. પુત્ર ન હોવાથી વધ્યા પ્રીતિમતી રાણું મનમાં ઘણોજ ખેદ પામવા લાગી. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તેને તેણે હાથ ઉપર લીધું. હસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે “હે ભદ્ર! હું અહિં યથેચ્છ છૂટથી રમતું હતું, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાની ઈચ્છાથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર છને બંધનમાં રહેવું મરણ સમાન છે. એક તું પતે વધ્યાપણું ભોગવે છે છતાં અશુભ કર્મ કેમ કરે છે? શુભ કર્મથી