________________
અવિધિથી અલ્પ લાભ. ]
તથા ભેજન, શયન, બેસવું, આવવું, જવું, બોલવું ઈત્યાદિ ક્યિા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિગેરેને વિષે વિધિથી કરી હોય તે ફળવાળી થાય છે, નહીં તે અ૫ ફળવાળી થાય છે.”
અવિધિથી અલ૫ લાભ થાય છે તે ઉપર દષ્ટાન્ત. કેઈ બે માણસોએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. તેથી સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ તેમને અદભૂત પ્રભાવવાળા તુંબી ફળનાં બીજ આપ્યાં. તેને સર્વ આસ્રાય પણ કહ્યો. તે આ રીતે – વાર ખેડેલા ખેતરમાં તડકો ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને વેગ હોય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઈને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડીને તેજ ખેતરમાં બાળવી. તેની રાખ એક ગઢિચાણ ભાર લઈ ચેસઠ ગદિયાણા ભાર તાંબામાં નાંખી દેવી. તેથી સે ટચનું સુવર્ણ થાય.' એવી સિદ્ધ પુરૂષની શિખામણ લઈને તે બન્ને જણા ઘેર આવ્યા. તેમાં એક જણાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સો ટચનું સેનું થયું. બીજા વિધિમાં કાંઈક કસુર કરી તેથી રૂપું થયું માટે સર્વ કાર્યમાં વિધિ થાય તે સંપૂર્ણ ફળ મળે છે. અને અવિધિથી ક્રિયા કરી હોય તે અલ્પ ફળ મળે છે. પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી અવિધિની કાંઈ આશાતના થઈ હય, તે તે માટે મિથ્યાદુષ્કૃત દેવું.
હવે પૂર્વાચાર્યો અંગપૂજાદિ ત્રણ પૂજાનું ફળ આવી રીતે કહે છે – પહેલી અંગપૂજા વિઘની શાંતિ કરનારી છે, બીજી અગપૂજા અભ્યદય કરનારી છે, અને અને ત્રીજી ભાવપૂજા નિર્વાણની સાધક છે. એવી રીતે ત્રણે પૂજઓ નામ પ્રમાણે ફળ આપનારી છે.”
દ્રવ્યસ્તવ તથા પૂજાથી થતા લાભઃ–પૂર્વે કહેલી અગ્રપૂજા, અંગ પૂજા, ચિત્ય કરાવવાં, જિનબિંબની સ્થાપના કરાવવી, અને તીર્થયાત્રા કરવી ઇત્યાદિ સર્વ દ્રવ્યસ્તવ જાણવું. કહ્યું છે કે–જિનમંદિરનું નિર્માપન જિનબિંબની પ્રતિષ્ઠા, યાત્રા, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સૂત્રોમાં કહેલી વિધિ માફક કરવું. અને આ યાત્રા આદિ સર્વ દ્રવ્યસ્તવ છે. કારણકે, એ ભાવસ્તવનું કારણ છે.” “જે પૂજા દરજ પરિપૂર્ણપણે કરી શકાય નહીં, તે છેવટે અક્ષતપૂજા અને દીપપૂજા કરવી. જળનું એક બિંદુ મહાસમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. કેઈ ભવ્ય છે આ જિન પૂજારૂપ બીજથી આ સંસારરૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભેગા ભેગવીને મોક્ષ પામ્યા છે.” પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મુક્તિ પામે છે, અને મુક્તિ પામસથી નિરાબાધ સુખ થાય છે.”
જિનભક્તિ પાંચ પ્રકારની છે એક ફલ આદિ વસ્તુથી પૂજા કરવી. બીજી ભગવાનની આજ્ઞા પાળવી, ત્રીજી દેવદ્રવ્યનું સારી પેઠે રક્ષણ છું, જેથી જિનમંદિરે ઉત્સવ કરો અને પાંચમી તીર્થયાત્રા કરવી.” .
૧૨