SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ દ્રવ્યસ્તવ આભેગથી અને અનાભેગથી એવી રીતે બે પ્રકારનું છે. કહ્યું છે કે ભગવાનના ગુણને જાણુ પુરૂષ વીતરાગ ઉપર ઘણો પૂજ્ય ભાવ રાખી વિધિથી તથા ઘણા આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આલેગ દ્રવ્યસ્તવ જાણવું. આ આગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એ ચારિત્રનો લાભ શીવ્ર ઉત્પન્ન થાય છે. માટે સમ્યગદષ્ટિ છએ આ પૂજાને વિષે પ્રવૃત્ત થવું.” “પૂજા વિધિ બરાબર ન હોય, જિનભગવાનના ગુણનું સારું જ્ઞાન ન હોય, પણ માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂજા, તે અનાગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હેવાથી ગુણકારી જ છે, કારણકે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યક્ત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણા ધન્ય જીને ગુણે નહી જાણ્યા છતાં પૂજાદિ વિષયમાં જેમ અરિહંતના બિંબને વિષે પિપટ યુગલને ઉત્પન્ન થઈ,' તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે.” “ભારેકમી અને ભવાભિનંદી જીવોને, આ પૂજાદિ વિષયમાં જેમ ર્નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે રેગી મનુષ્યને પથ્ય વસ્તુને વિષે જેમ દ્વેષ ઉત્પન્ન થાય છે, તેમ દ્વેષ ઉત્પન્ન થાય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિતેંદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની બીકથી લેશ માત્ર પણ દ્વેષ ન થાય તેમ કાળજી રાખે છે. પારકી જિનપૂજા ઉપર છેષ કરવા સંબંધી કુંતલા રાષ્ટ્રની સ્થા, અવનિપુરમાં જિતશત્રુ રાજાને ઘણી ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શે ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલા રાણીના મનમાં ઘણું અદેખાઈ આવી, તે પિતાના મંદિરમાંજ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિને દ્વેષ કરવા લાગી ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કે દુસ્તર છે ! કહ્યું છે કેમત્સર રૂપ સાગરમાં સમજુ પુરૂષ રૂપ વહાણ પણ ડૂબી જાય છે. તે પછી પત્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, દ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જૂદી, પણ ધર્મમાં એ મત્સર કરે છે. તેઓને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ !” શેકો સરળ સ્વભાવની હેવાથી તેઓ હંમેશાં કુંતલા રાણના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઈથી ભરેલી કુંતલા રાણી એકદા દુર્દવથી અસાધ્ય રોગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતી તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણી અશાતા વેદનાથી મરણ પામી શોક્યની પૂજાને દ્વેષ કરવાથી મરીને કુતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પિતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી સમવસર્યા રાણીઓએ કેવળીને પૂછયું કે, “કુંતલા રાણી મરણ પામીને કઈ ગતિએ ગઈ?” કેવળીએ યથાર્થ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy