________________
શ્રાદ્ધવિધિ ]
તે યક્ષને ચિતર્યો, અને પગે લાગીને યક્ષની ક્ષમા માગી. તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલ જોઈ ચિત્રકાર પુત્રે વરદાન માગ્યું કે, “હે યક્ષ! મારિનો ઉપદ્રવ ન કરવો” અર્થાતુ હવે કેઈને માર નહિં. યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવને અંશમાત્ર જોવાથી વસ્તુને સર્વ આકાર ચિત્રાય એવી અદ્ભૂત ચિત્રકલા આપી.
એક વખત કોશાંબી નગરીને વિષે રાજસભામાં ગએલા તે ચિત્રકાર પુત્રે ગેખમાંથી મૃગાવતી રાણીને અંગૂઠે જોઈ, તે ઉપરથી તે રાણીનું યથાસ્થિત રૂપ ચિતર્યું. રાજાએ મૃગાવતીની સાથળ ઉપર તલ હતું, તે પણ છબીમાં કાઢેલો જોઈ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. બીજા સર્વ ચિત્રકારેએ યક્ષના વરની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા કરવા માટે એક દાસીનું મુખમાત્ર દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે બરાઅર ચિન્નેલું જોઈ રાજાએ તેને જમણે હાથ કાપી નાંખ્યો. ત્યારે ચિત્રકાર પુત્રે ફરીથી યક્ષની આરાધના કરી વરદાન મેળવી મૃગાવતીનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રદ્યોત રાજાને દેખાડયું. પછી મૃગાવતીની માગણી કરવા માટે ચંડપ્રદ્યોતે કશાંબી નગરીએ દૂત મોકલ્યો. તેનો ધિક્કાર કરેલો જોઈ ચંડ પ્રદ્યોતે કશાંબી નગરીને લશ્કરથી ચારે બાજુએ વીંટી. છેવટે શતાનિક રાજા મરી ગયો, ત્યારે મૃગાવતીએ ચંડપ્રદ્યોતને કહેરાવ્યું કે, “ઉજ્જયિનીથી ઈટ મંગાવીને કેટ કરાવ, અને નગરમાં અન્ન તથા ઘાસ ઘણું ભરી રાખવા કહે. પછી તારું ઈચ્છિત થશે” તે પ્રમાણે ચંડપ્રદ્યોત કરે છે એટલામાં વીર ભગવાન સમવસર્યા. ભિલના પૂછવાથી ભગવાને કહેલ “વા રા ણા ” સંબંધ સાભળી મૃગાવતી રાણી અને ચંડપ્રદ્યોતની અંગારવતી પ્રમુખ આઠ રાણુઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
આ ઉપરથી “અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં” એવા વિરૂદ્ધ, પક્ષની કપના ન કરવી, કહ્યુ છે કે–અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારું, એ વચન સિદ્ધાંત વિરુદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણ આચાર્યો કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને અવિધિએ કરે તે ડું લાગે છે. માટે ધર્માનુષ્ઠાન હમેશાં કરવું જોઈએ અને તે કરતાં સર્વ શક્તિથી વિધિ સાચવવાની યતન રાખવી. એમ કરવું એજ શ્રદ્ધાનંત જીવનું લક્ષણ છે. કહ્યું છે કે –“શ્રદ્ધાવંત અને શક્તિમાન્ પુરૂષ વિધિથી જ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત્ દ્રવ્યાદિક દેષ લાગે તે પણ તે “વિધિથીજ કરવું” એ વિધિને વિષેજ પક્ષપાત રાખે છે. જેમને વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાને વેગ અલી આવે છે, તે પુરૂષ તથા વિધિપક્ષની આરાધના કરનારા, વિધિપક્ષને બહુમાન આપનારા, વિધિપક્ષને દેષ ન દેનારા પુરૂષોને પણ ધન્ય છે. આસન્નસિદ્ધિ છેનેજ વિધિથી ધમનુષ્ઠાન કરવા સદાય પરિણામ થાય છે. તથા અભવ્ય અને દૂરભવ્ય હેય તેને તે વિધિને ત્યાગ અને અવિધિની સેવા કરવાને પરિણામ થાય છે. ખેતી, વ્યાપાર, સેવા આદિ