________________
૫૦.
[શ્રાદ્ધવિધિ
દૂધ ૧, દહી ૨, ઘી, ૩, તેલ ૪, ગેળ ૫, અને ઘીમાં અથવા તેલમાં તળેલી વસ્તુ ૬. એ છ વિગય જાણવી. ૪ ઉપાનહ એટલે પગરખાં અથવા મેજા, પાવડીઓ વગેરે તે જીવની ઘણું વિરાધનાને હેતુ હોવાથી શ્રાવકને પહેરવી યુક્ત નથી. પ તાંબૂલ એટલે નાગરવેલનાં પાન, સેપારી, કાથો વગેરેથી બનેલી સ્વાદિમ વસ્તુ જાણવી. ૬ વસ્ત્ર એટલે પંચાંગાદિક વેષ જાણ. છેતી, પિતી તથા રાત્રે પહેરવા માટે રાખેલું વસ્ત્ર વગેરે વેષમાં ગણાતાં નથી. ૭ ફૂલ તે માથે તથા ગળા વગેરેમાં પહેરવાના અને ગૂંથીને બિછાના ઉપર ઓશીકે પાથરવા લાયક લેવાં. ફૂલને નિયમ કર્યો હોય તે પણ ભગવાનની શેષ યા માળા કપે છે. ૮ વાહન તે રથ, અશ્વ, પિઠિયા, સુખાસન પ્રમુખ જાણવાં. ૯ શયન તે ખાટ પ્રમુખ લેવાં. ૧૦ વિલેપન તે ચોપડવાને અર્થે તૈયાર કરેલ ચંદન, ચૂવા, જવાસાદિ કસ્તૂરી પ્રમુખ વસ્તુ લેવી. વિલેપનનો નિયમ લીધે હોય તે પણ ભગવાનની પૂજા પ્રમુખ કાર્યમાં તિલક, હસ્તકંકણ, ધૂપ વગેરે કરવું કલ્પ છે. ૧૧ બ્રહ્મચર્ય (ચોથું વત) તે દિવસે સર્વથા અને રાત્રે પોતાની સ્ત્રી વગેરેની અપેક્ષાથી જાણવું. ૧૨ દિશા પરિમાણ તે ચારે તરફ અથવા ફલાણી દિશાએ આટલા ગાઉ સુધી અથવા આટલા જે જન સુધી જવું એવી મર્યાદા કરવી. ૧૩ સ્નાન તે તેલ ચોપડીને અથવા તે વગર નહાવું. ૧૪ ભક્ત એટલે રાંધેલું અન્ન તથા સુખડી પ્રમુખ સર્વ લેવું. આ ભક્તના નિયમમાં સર્વ મળી ત્રણ ચાર શેર અથવા એથી વધારે અન્ન સંભવ માફક રાખવું. કારણકે ખડબૂચ વગેરે લે તે ઘણા શેર થાય. એ ચૌદ વસ્તુને નિયમ કરે. તેમાં બે ત્રણ અથવા એથી વધારે સચિત્ત વસ્તુનાં નામ લઈને અથવા સામાન્યથી નિયમ કરવાનું જેમ ઉપર કહ્યું, તેમ દ્રવ્યાદિક તેરે વસ્તુના નિયમ વસ્તુનાં નામ દઈને અથવા સામાન્યથી યથાશક્તિ યુક્તિપૂર્વક કરવા. ઉપર કહેલા ચૌદ નિયમ એ એક જાતનીનિયમની દિશા બતાવી છે. એ ઉપરથી બીજા પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુના પ્રમાણને તથા આરંભને નિશ્ચય વગેરે કરી યથાશક્તિ નિયમ ગ્રહણ કરવા. સૂર્યોદય પહેલાં નવકારશી પચ્ચખાણ કરવું
એવીરીતે નિયમ લીધા પછી યથાશક્તિ પચ્ચખાણું કરવું. નવકારસી, પિરિસી વગેરે કાળ પચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચય હોય, તે શુદ્ધ થાય, નહિ તે નહિ. બાકીનાં પચ્ચકખાણ તે સૂર્યોદય પછી પણ ઉશ્કરી શકાય છે. નવકારસી પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય, તે તે પૂરું થયા અગાઉ પણ પિત પેતાની કાળમર્યાદામાં પિરિસી વગેરે સર્વે કાળ પચ્ચક્ખાણ કરાય છે. નવકારસી પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ન કર્યું હોય તે, સૂર્યોદય થયા પછી કાળ પચ્ચકખાણ શિદ્ધ થતું નથી. જે સૂર્યોદય પહેલાં નવકારસી પચ્ચખાણ વિના પિરિસી વગેરે પચ્ચખાણ કર્યું હોય તે, તે પૂરું થયા પછી બીજું કાળ પચ્ચખાણે શુદ્ધ થતું નથી. પણ તે સૂર્યોદય પહેલાં કરેલું પચ્ચખાણ પૂરું થતા પહેલા બીજું કાળ પચ્ચકખાણું તે શુદ્ધ થાય છે, એ વૃદ્ધ પુરૂષોને વ્યવહાર છે. નવકારસી પચ્ચકખાણનું એ ઘડી જેટલું પ્રમાણ તેના છેડા આગાર ઉપરથી જ સ્પષ્ટ છે. નવકારસી પચ્ચકખાણ કર્યા પછી બે ઘધ ઉપરાંત પણ નવકારને પાઠ કર્યા વગર ભજન