SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચાઇ નિયમ વિચાર ] ૪૦ ન નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્ત હોય છે. એ વસ્તુ આચારાંગસુત્ર વૃત્તિ વગેરે ગ્રંથને વિષે. કહી છે. એવી રીતે એક પણ પત્ર, ફળ ઈત્યાદિકને વિષે અસંખ્યાતા જીવની વિરાધના થાય છે. અને જે કદાચિત્ તે પત્રાદિક ઉપર લીલકુલ વગેરે હોય તે તે અનંતા જીવની પણ વિરાધના થાય છે. જળ, મીઠું ઇત્યાદિ વસ્તુ અસંખ્યાતા છવ રૂપ છે. પૂર્વાચાર્યનું વચન એવું છે કે, “તીર્થકરેએ એક જળબિંદુને વિષે જે જીવ કહ્યા છે તે જીવ સરસવ જેટલા થાય તે જબૂદ્વીપમાં સમાય નહિ. લીલા આમળા જેટલી પૃથ્વીકાયના પિંડમાં જે જીવ હોય છે, તે જીવ પારેવા જેટલા થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. સર્વ સચિત્તને ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજકના સાત શિષ્યનું દષ્ટાંત જાણવું. શ્રાવકધર્મ અંગીકાર કરી અચિત્ત અને કેઈએ આપેલા અન્નપાનને વાપરવાના નિયમવાળા તે (અબડના શિષ્ય) એક વખત એક અટવીમાંથી બીજી અટવીમાં ફરતાં ગ્રીષ્મઋતુને વિષે ઘણા તૃષાતુર થઈ ગંગા નદીના તટ ઉપર આવ્યા. ત્યાં “ગંગા નદીનું જળ સચિત્ત અને અદત્ત (કેઈએ ન આપેલું) હેવાથી. ગમે તે થાય તે પણ અમે નહી લઈશું,” એવા દઢનિશ્ચયથી અનશન કરી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઈંદ્રના સમાનિક દેવતા થયા. એવી રીતે સચિત્ત વસ્તુના ત્યાગને વિષે ચતના રાખવી. ચાદ નિયમ વિચાર જેણે પૂર્વે ચૌદ નિયમ લીધા હોય, તેણે તે નિયમોમાં પ્રતિદિન સંક્ષેપ કર, અને બીજા નવા નિયમ યથાશક્તિ ગ્રહણ કરવા. ચૌદ નિયમ આ રીતે કહ્યા છે-સચિત્ત ૧, દ્રવ્ય ૨, વિગય ૩, પગરખાં ૪, તાંબૂલ, ૫, વસ્ત્ર ૬, ફુલ ૭, વાહન ૮, શયન ૯ વિલેપન ૧૦, બ્રહ્મચર્ય ૧૧, દિશાપરિમાણ ૧૨, સ્નાન ૧૩, રાક ૧૪ એ ચૌદ નિયમ જાણવા. ૧ સુશ્રાવકે મુખ્ય માર્ગથી તે સચિત્તને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ કરવાની શક્તિ ન હોય તે નામ લઈને અથવા સામાન્યથી એક એ ઈત્યાદિ સચિત્ત વસ્તુને નિયમ કર. કહ્યું છે કે, “અચિત્ત અને નિરવદ્ય આહારથી આત્માનું પોષણ કરનારા સુશ્રાવક સચિત્તત્યાગી કહેવાય છે. ૨ સચિત અને વિગય છેડીને બાકી રહેલી છે કઈ વસ્તુ મુખમાં નંખાય છે, તે સર્વ દ્રવ્ય જાણવું. ખીચડી, રોટલી, નવીયાતા લાડવા, લાપશી, પાપડ, ચુરમુ, દહીભાત, ખીર ઈત્યાદિક વસ્તુ ઘણા ધાન્યાદિકથી બનેલી હોય છે, તે પણ રસાદિકનું અન્ય પરિણામ થવાથી એકેકજ વસ્તુ ગણાય છે. પિળી, જાડા રોટલા, માંડા, ખાખરા, ઘૂઘરી, કળાં, શૂલી, બાટ, કણેક વગેરે વસ્તુ એક ધાન્યની બનેલી હોય છે, તે પણ પ્રત્યેકનું નામ જૂદું પડવાથી તથા સ્વાદમાં ફેર થવાથી જૂદા જૂદા દ્રવ્ય ગણાય છે. ફલા, ફિલિકા ઇત્યાદિકને વિષે નામ એક છે, તોપણ ભિન્ન સ્વાદ પ્રકટ દેખાય છે અને તેથી રસાદિકનું પરિણામ પણ અન્ય હોવાથી તે ઘણાં દ્રવ્ય ગણાય છે. દ્રવ્ય સંબંધમાં પોતાને અભિપ્રાય, સંપ્રદાય તથા બીજી યોગ્ય રીતથી દ્રવ્ય ગણવાં. ધાતુની શલાકા (શલી) તથા હાથની આંગળી વગેરે દ્રવ્યમાં ગણાય નહિ. ૩ ખાવા ગ્ય વિગય છે છે, તે આ રીતે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy