SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. [ શ્રાદ્ધવિધિ શંકા–અચિત્ત વનસ્પતિકાયની યતન રાખવાનું પ્રયોજન શું? સમાધાન–વનસ્પતિકાય અચિત્ત હોય, તે પણ ગળે, મગ ઈત્યાદિ કેટલીક વનસ્પતિની યોનિ નાશ પામતી નથી. જેમ ગળો સુકાયેલી હોય તે પણ પાણી છાંટવાથી પિતાના સ્વરૂપને પામતી દેખાય છે. એમજ કેરડુ મગ પણ જાણવા માટે લેનિનું રક્ષણ કરવાને અર્થે અચિત્ત વનસ્પતિકાયની પણ યતના રાખવી એ ગ્યજ છે. એવી રીતે સચિત્ત અચિત્ત વસ્તુનું સ્વરૂપ જાણી સચિત્તાદિક સર્વ ભાગ્ય વસ્તુનું નામ લઈ નકી કરી, તથા બીજી પણ બધી વાત ધ્યાનમાં લઈ સાતમું વ્રત જેમ આનંદ કામદેવ વગેરેએ સ્વકાર્યું તેમ શ્રાવકે સ્વીકારવું. સાતમું વ્રત ન લઇ શકે તે સચિત્ત અને વિગઈને નિયમ જરૂર રાખે સાતમું વ્રત લેવાની શક્તિ ન હોય તે સામાન્યથી એક બે ઈત્યાદિ સચિત્ત વસ્તુ, દસ, બાર ઇત્યાદિ દ્રવ્ય, એક, બે ઇત્યાદિ વિગય વગેરેને નિયમ દરરોજ કરે. પણ દરરોજ નામ ન લેતાં સામાન્યથી અભિગ્રહમાં એક સચિત્ત વસ્તુ રાખે, અને દરરોજ જૂદી જૂદી એક સચિત્ત વસ્તુ લે, એ રીતે વારાફરતી એકેક વસ્તુ લેતાં સર્વ સચિત્ત વસ્તુનું ગ્રહણ થાય, એથી વિશેષ વિરતિ થાય નહિં. માટે નામ લઈ સચિત્ત વસ્તુને નિયમ કર્યો હોય તે નિયમમાં રાખેલા સિવાયની અન્ય સર્વ સચિત્ત વસ્તુની ચાવજજીવ વિરતિ થાય, અને એથી અધિક ફળ સ્પષ્ટ થાય. કહ્યું છે કે –“પુષ્પ, ફળને, મદ્યાદિકને, માંસને અને સ્ત્રીને રસ જાણતા છતાં પણ જે વિરાગી થયા, તે દુષ્કરકારક ભવ્ય જીને વંદના કરું છું.” ઘણું જીવને સંપર્ક હેવાથી નાગરવેલનાં પાનનો ત્યાગ કરે સર્વે સચિત્ત વસ્તુમાં નાગરવેલનાં પાન છેડવાં બહુ મુશ્કેલ છે. કારણ કે, બાકી સચિત્ત વસ્તુ તેના રસવાળાને કેરીઆદિક અચિત્ત થાય તે પણ તેમાં પ્રાયે મીઠાશ, અને સ્વાદ વગેરે રહે છે, પણ નાગરવેલના પાનમાં તે બિલકુલ સ્વાદ રહેતું નથી. સચિત્ત નાગરવેલના પાનમાં તે જળની ભીનાશ વગેરે હમેશાં રહેવાથી નીલી (લીલફૂલ) તથા કુંથુઆ વગેરે ની ઉત્પત્તિ થવાને લીધે તેની ઘણી વિરાધના થાય છે. માટે જ પાપભીરુ પુરૂષે રાત્રે પાન વાપરતા નથી. અને જે કઈ વાપરે છે તે પણ રાત્રે ખાવાનાં પાન દિવસે સારી પેઠે તપાસી શેધી રાખેલાંજ વાપરે છે. બ્રહ્મચારી શ્રાવકે તે તે કામવિકારની વૃદ્ધિ કરનારાં હેવાથી (નાગરવેલનાં પાન) જરૂર ખાવાં નહિ જોઈએ. આ (નાગરવેલનાં પાન) પ્રત્યેક વનસ્પતિ છે, પણ પ્રત્યેક પાન, ફૂલ, ફળ ઈત્યાદિક એકેક પ્રત્યેક વનસ્પતિને વિષે તેની નિશ્રાથી રહેલા અસંખ્યા જીવની વિરાધના થવાનો સંભવ છે. કહ્યું છે કે–અપર્યાપ્ત જીવની નિશ્રાએ અપર્યાપ્ત છની ઉત્પત્તિ થાય છે તે પણ જ્યાં એક પર્યાપ્ત જીવ ત્યાં અસંખ્યતા અપર્યાપ્ત જીવ જાણવા. આ વાત આદર એકેંદ્રિયને વિષે સમજવી. સુમને વિષે તે જ્યાં એક અપર્યાપ્ત, ત્યાં તેની
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy