SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પણ જે પુરૂષે અતિ પરાક્રમી હોય છે તે મારા તારાથી ધમધમતા સંસારને છેડી કલ્યાણ માર્ગે વળે છે. તેને સાધુ, યતિ, અનુગાર વિગેરે કહેવામાં આવે છે. અને જે તેવા સાધુપદની ભાવના છતાં તેને સ્વીકારી ન શકે અને ગૃહવાસમાં રહ્યા છતાં પરભવના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે તેને શ્રાવક, શ્રાદ્ધ, આગારી અને શ્રમણે પાસક વિગેરે કહેવામાં આવે છે. સંસારથી નિરપેક્ષ, મારા તારાથી પર, કંચન અને લોકમાં સમાનદષ્ટિ રાખનાર જીવમાત્ર ઉપર કરૂણા રાખનાર અને કેવળ આત્મહિતમાં પરોવાયેલ પુરૂષે સાધુ, અણુગાર અને મુનિ મહાત્માઓના નામે ઓળખાય છે. જે માણસ આવું પરાક્રમ નથી કરી શકતા છતાં જે સંસારમાં રહ્યા છતા જીવન આચરણ અને વ્યવહારથી અન્યને સુગંધિત બનાવે અને જેના દર્શન અને પરિચય માત્રથી બીજાને કલ્યાણ પમાડે તે ગૃહસ્થ તે શ્રાવક છે. આ ગૃહસ્થ ધર્મ ઉપરની અચળ શ્રદ્ધાને લઈ શ્રાદ્ધ, ગૃહવાસમાં રહેતા હોવાથી આગારી, પરમ મુનિ મહાત્માઓને પરમ ઉપાસક અને અનુમોદક હોવાથી શ્રમપાસક અને શ્રદ્ધા વિવેક અને કરણીને લઈ શ્રાવક કહેવાય છે. આ ગૃહસ્થ ધર્મ શાસ્ત્રોમાં બે રીતે બતાવવામાં આવ્યું છે. એક સામાન્ય ધર્મ અને બીજે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ તેને કહેવામાં આવ્યો છે કે જે ધર્મથી શ્રાવકનું આચરણ નિરૂપદ્રવી લેકરૂચિકર અને તેને દેખતાં તેની પ્રવૃત્તિ તરફ સહેજે લોકે ખેંચાય તેવું દેવું જોઈએ. આ સામાન્ય ધર્મને-માર્ગોનુસારિ ધર્મ પણ કહે છે. વિશેષ ધર્મ તે છે કે જેમાં શ્રાવકે પિતાનું જીવન અનેક પ્રકારના વ્રત, નિયમ, તપ અને ત્યાગથી એવું નિયંત્રિત કર્યું હોય કે તે કેવળ આજીવન મુનિ થવાની અશક્તિના કારણે જ ગૃહવાસ વિતાવતે હેય છે. અગર ગૃહસ્થ તરીકેની પિતાની ફરજમાં ચુકવાથી લોકે અધર્મ ન પામે તે માટેજ વ્યવહારશુદ્ધ બની ગૃહવાસં સેવતા હોય છે. જ્ઞાન અને ક્રિયા ધર્મના બે અંગ છે. ક્રિયા વિનાનું જ્ઞાન જ્ઞાન વિનાની ક્રિયા એ એક પિડાવાળા રથ સમાન છે. જ્ઞાન એ ક્રિયાની સાચી સમજ આપે છે અને ક્રિયા એ જ્ઞાનનું ફળ આપે છે. કેમકે કિયા વિનાનો જ્ઞાની નિષ્ફળ બની અનેક ગતિમાં રખડે છે, અને જ્ઞાન વિનાને ક્રિયાવાન માણસ અતિ પરિશ્રમે અપફળ મેળવે છે. આ સાધુધર્મ અને શ્રાવકધર્મ જ્ઞાનપૂર્વકને અનુષ્ઠાનધર્મ-ક્રિયાપ્રધાન ધર્મ છે. કેમકે તેમાં હિંસા, અસત્ય, ચારી, અબ્રા અને પરિગ્રહનું સ્વરૂપ, તેના અનર્થો અને દુe અધ્યવસાયને સમજી તેને સર્વથા ત્યાગ કે અલ્પ ત્યાગ કરવાનો હોય છે. જેનશાસ્ત્રમાં દાન, શિયળ, તપ અને ભાવ, સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ જુદી જુદી રીતે ધર્મના પ્રકારો બતાવ્યા છે. છતાં પણ તે એક બીજામાં અંતર્ધાન થતા હેય છે, કારણ કે જેન આગમ ગ્રંથમાં આ બધી વસ્તુઓ દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ કથાનુગ અને ચરણકરણનુગમાં સમાય છે. દ્રવ્યાનુયોગ એ તત્વજ્ઞાન છે. ગણિતાનુ ગ એ જગની સ્થિતિનું ભાન કરાવનાર છે. કથાનુગ જગતમાં કલ્યાણ માર્ગે પ્રવતેલા જીને દીવાદાંડી સમાન આલંબનભૂત છે અને ચરણકરણનુગ ધર્મમાગે પ્રવર્તેલા માનવેને વ્રતધર્મની વિધિ અને તેની ઉપયોગિતા જણાવનાર છે. આગમગ્રંથમાં સાધુ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy