SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ એટલે ક્રિયા. મન વચન કાયાની વિવિધ પ્રવૃત્તિ તેને ક્રિયા કહે છે. જે માણસ આ ક્રિયાઓને સમજી ખરાબ ક્રિયાઓને ત્યાગ કરે અને શુભ ક્રિયાઓમાં જોડાય તે અનુક્રમે કર્મને ક્ષય કરી મેશ પામે છે. આ સાચી ક્રિયામાં જોડાવું અને બેટીથી અટકવું તેની સાચી સમજ જેનાથી આવે તેને શાસ્ત્રકાર મહારાજ ધર્મ કહે છે. ધર્મનું લક્ષણ આપતાં તેમણે જણાવ્યું છે કેઃ “હુતિ તવંતુ તપાસણાત્ કુતાના ધર્મ” જે દુર્ગતિ પડતાં પ્રાણીઓને રોકે અને સુગતિમાં લઈ જાય તે ધર્મ. • વિષયકષાયમાં પ્રવર્તેલી જીવની જે ક્રિયાઓ હોય તે ખોટી ક્રિયાઓ છે અને તે જીવને દુર્ગતિમાં લઈ જાય છે. કારણકે, તેમાં ધમધમતે જીવ જરા પણ વિકાસ સાધી શકતું નથી. જે કિયાએ પોપકાર પરાયણ અને આત્મચિંતન રૂપ હોય તે સાચી ક્રિયાઓ છે. આ સાચી ક્રિયાઓ જીવને સુગતિમાં લઈ જાય છે. કારણકે આવી ક્રિયાઓથી તે જીવને વેરપરંપરા અને અધ:પાત થતો નથી. જીવ જ્યારે સારી નરસી ક્રિયાઓથી પર બની કેવળ આત્માભિમુખ બને છે ત્યારે સ્વર્ગથી પણ ઉંચે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. આમ જીવ અંતર્મુખ બની પોતાની ક્રિયાઓ તરફ લક્ષ આપે તે આપઆપ સમજી શકશે કે હું ક્યાંથી આવ્યો છું? અને કયાં જવાનું છું. જેનામાં ઉદારતા, સરળતા, પરોપકારતા, ગુણીયલતા અને ધર્મપ્રવૃત્તિ હશે તે આપોઆપ સમજશે કે હું દેવગતિ વિગેરે ઉત્તમ ગતિમાંથી આવ્યો છું અને મારી પ્રવૃત્તિ આવીજ સારી હશે તે હું દેવગતિમાં જઈશ. પણ જેનામાં કુરતા,નિંદા, સ્વાથીપણું, પાપરસિકતા અને તીવ્ર આરંભ હશે તે પણ આપોઆપ સમજશે કે, મારી આ પ્રવૃત્તિ પુર્વનું મારું નરકનું આગમન સૂચવે છે. અને હજુ પણ હું આવી પ્રવૃત્તિ ચાલુ રાખીશ તે નરકે જઈશ. અતર્મુખ બનેલ જીવને જ્યારે સમજાય કે અમુક અમુક પ્રવૃત્તિઓ સદ્ગતિ આપે છે, અને અમુક અમુક પ્રવૃત્તિઓ દુર્ગતિ આપે છે. અને અમુક પ્રવૃત્તિઓ મેક્ષને આપે છે. ત્યારે પરાક્રમી પુરૂષતે ભાગ્યે જ દુર્ગતિની પ્રવૃત્તિમાં જરા પણ રોકાય છે. પરંતુ જીવની એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં જીવને આવી સમજ આવ્યા છતાં તેમાં પિતાને પૂર્ણ પુરૂષાર્થ અજમાવી શકતો નથી. જીવની દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિ છે. દેવલોકમાં રહેલા ને આવી સાચી સમજ આવે તો પણ દેવભવજન્ય એવાં પ્રતિબંધક કારણે હોય છે કે તે જરા પણ વિરતિ કરી શકતું નથી. અને જે વિરતિ કરી શકતો નથી તે સર્વથા ક્રિયાઓનો ત્યાગ વિશિષ્ટ કર્મને ક્ષય કરી શકતો નથી. અને આથી તે સદ્દગતિ કે મેક્ષ પામી શકતા નથી. તે જ પ્રમાણે નરકભવમાં પણ જીવને પિતાના હિતની સાચી સમજ થાય તો પણ તે ત્યાં પ્રબળ પશ્ચાતાપ સિવાય વધુ કરી શકતે નથી. તિર્યંચભવ પણ વિવેકશૂન્ય અને પરાધીન હોવાથી તેમાં જેટલું જોઈએ એટલું પુરૂષાર્થ અજમાવી શકાતું નથી આથી સંપૂર્ણ આત્મહિત માટે ચાર ગતિમાં માનવભવ એજ અત્યુત્તમ છે. અને એ કારણથીજ તેને દશદષ્ટાન્ત દુર્લભ કહેવામાં આવ્યો છે. ચારે ગતિમાં ધર્મના સાધન માટે અજોડ માનવભવ પામ્યા પછી કેવળ કલ્યાણની ઝંખના રાખનાર અને પરમશ્રેય માટે મથનાર પુરૂષને શાસ્ત્રમાં ઉત્તમ પુરૂષે કહ્યા છે. આમાં * मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः, તત્વાર્થ કારિકા.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy