SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિક છે તે જણાવી માનવેને વિવેકશૂન્ય બનતા અટકાવી સાચે માગે દેય છે. સુખની પાછળ તલસતા અને યજ્ઞયાગાદિમાં હિંસા કરી ધર્મને માનતા માનને સુખને માર્ગ જ્ઞાન દર્શન અને ચારિત્ર જ છે તે વાત જગત્ આગળ જનમેજ ધરેલ છે. ઈશ્વર જગતને કરનાર છે નિયંતા છે, અને તેની પ્રેરણાથી જ આ જગત્ ચાલે છે તે માન્યતાને દુર કરી ઈશ્વર જગને બનાવનાર નહિ પણ બતાવનાર છે. સર્વજ્ઞ છે. તે વાત પણ જૈન ધર્મેજ જગત આગળ રજુ કરી માનવને સાચો ધર્મ માર્ગ બતાવ્યો છે. માયા મૃષાવાદ અને રાગદ્વેષથી ધમધમતા અનેક પ્રકારના દે, આરંભ સમારંભમાં રાચતા, ક્રોધથી ધમધમતા અને પેટ માટે અનેક પ્રકારના વ્યવસાય કરતા ગુરૂઓ અને હિંસામય ધર્મથી ભૂલા પડેલા માનને રાગદ્વેષ રહિત દેવ, કંચન કામિનીના ત્યાગી તે ગુરૂ અને દયા ધર્મ તે ધર્મ તે વાત પણ જૈનધર્મેજ બતાવી છે. સાચું મુનિજીવન અને સાચું ગૃહસ્થજીવન કેવું હોય તે વાત પણ સાચા ત્યાગી સાધુ અને સાચા ગૃહસ્થી શ્રાવકોને બનાવી સાચા મુર્તિ અને સાચા ગૃહસ્થી જીવનની પિછાણ પણ જેનપજ આપી છે, વૈકુંઠ સ્વર્ગ અને મોક્ષના સુખની ભ્રમણા મૂલક માન્યતાઓનું નિરસન કરી સાચું સુખ કયું અને માણસે કેને માટે પ્રયત્ન કરે જોઈએ તેની ખરી સમજ પણ જેના ધર્મેજ વિવિધ ગ્રંથ રચી જગત આગળ રજુ કરેલ છે. જીવ માત્રની ઝંખના સુખની પ્રાપ્તિની અને દુખથી દુર રહેવાની હોય છે. છતાં સુખ અને દુઃખની તેની કલ્પના ભિન્ન ભિન્ન હોય છે. ખણુજની વ્યાધિવાળે ઘડીક ખણવામાં સુખ પામે છે. પણ ખણી રહ્યા પછી લોહી નીકળતાં જેને સુખ માનતો હતો. તેનાથી તે અટકી દુઃખ માને છે. તેમ ધનસંપત્તિ, વિષય અને પરિવાર આ સૌ દુન્યવી સુખ ખણજનાં સુખ સરખાં છે નિધન ધન ન હોવાથી ધનસંપત્તિને સુખ માને છે. પણ તે પ્રાપ્ત થતાં તેને કેઈ ભેગવનાર ન હોય ત્યારે ધનસંપત્તિ કરતાં પુત્રની પ્રાપ્તિને તે સુખમય માને છે. ધન સંપત્તિ અને પુત્ર પ્રાપ્તિ થયા છતાં રૂવે રૂવે રોગ ફાટી નીકળતાં આરોગ્ય તેને મન કિંમતી બને છે. આમ આ જગતની સુખ માન્યતા એક મળતાં બીજામાં અને બીજું મળતાં ત્રીજામાં ફેરફાર પામે છે, આથી આ માનવ લેકમાં ગમે તેટલી સંપત્તિ, વૈભવ અને પરિવાર હોય છતાં ક્ષેત્રજન્ય કાંઈક ને કાંઈક તે દુઃખ રહે. વાનું જ. માટે જ્યાં ક્ષેત્રજન્ય સુખ જ હોય તેવું સ્થાન તે સ્વર્ગ અને ક્ષેત્રજન્ય જ્યાં અત્યંત દુઃખ હોય તે નરક. ક્ષેત્રજન્ય સ્વર્ગના સુખને મેળવ્યા છતાં તે સુખ નિત્ય કે નિરંતર નથી. તેવું જયારે તેને ભાન થાય છે ત્યારે માણસને આપોઆપ મોક્ષ પ્રત્યે ભાવના જાગે છે. અને તે સમજે છે કે જે સુખ પામ્યા પછી ફરી જવાનું નથી. અને ફરી ફરી જન્મ મરણ કરવાનાં નથી તે મોક્ષજ ખરેખર ઉપાદેય છે. આ મોક્ષસુખની પ્રાપ્તિ પ્રાણી જ્યારે સર્વ કમને ક્ષય કરે ત્યારે થાય છે. આથી મોક્ષના અભિલાષકને કમને ક્ષય અને નવા આવતા કર્મને રોકવા તે તેનું ખાસ કર્તવ્ય બને છે. કારણકે સંસારમાં અનેક પ્રકારની રખડપટ્ટી તે આ કમીને પ્રતાપ છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy