SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ધમના સાથે શ્રાવકધર્મનું પણ ઠેર ઠેર નિરૂપણ આવે છે. અને તે આવશ્યકસૂત્ર ઉપાસક દશાંગ, જ્ઞાતાધર્મ. સૂત્રકૃતાંગ અને સમવાયાંગ વિગેરે સૂત્રોમાં જુદા જુદા અધિકારોમાં નજરે પડે છે. - આ આગમ ગ્રંથ બાદ પૂર્વાચાર્યોએ પણ સાધુધર્મ અને શ્રાવકધર્મના નિરૂપણ માટે અનેક ગ્રંથની રચના કરી છે. આ શ્રાવકધર્મનું નિરૂપણ પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિવાચકે શ્રાવકપ્રજ્ઞપ્તિ અને તત્ત્વાર્થમાં, ચૌદસે ચુમ્માલીસ ગ્રંથ પ્રણેતા હરિભદ્રસૂરિએ પંચાશક, શ્રાવકધર્મવિધાન અને ધર્મબિન્દુમાં, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું યોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં, તપાગચ્છનાયક દેવેંદ્રસૂરિએ ધર્મરત્ન પ્રકરણ અને શ્રાદ્ધદિનકૃત્યમાં, રત્નસિંહસૂરિએ આચારપદેશમાં વિગેરે અનેક ગ્રંથમાં નિરૂપણ કરેલ છે. આ ઉપરાંત મુનિસુંદરસૂરિ જિનમંડન ગણિ, કુલમંડનગણિ, જિનલાભસૂરિ, ઉપાધ્યાય માનવિજયજી અને વિજયલક્ષ્મીસૂરિ વિગેરે એ અનુક્રમે ઉપદેશરત્નાકર, શ્રાદ્ધગુણ વિવરણ, સમ્યકૃત્વ સપ્તત્તિ, આત્મપ્રધ, ધર્મસંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વિગેરે અનેક ગ્રંથોમાં પણ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનું વર્ણન કરેલ છે. આ શ્રાદ્ધવિધિ ગ્રંથ આ રત્નશેખરસૂરિમહારાજે બનાવેલ છે. આ ગ્રંથ નથી કેવળ ગૃહસ્થના સામાન્ય ધર્મ-ન્યાય સંપનવિભવ વિગેરે ગુણેને પ્રતિપાદન કરનાર કે નથી વિશેષધર્મ બારવ્રત વિગેરેને પ્રતિપાદન કરનાર. આ ગ્રંથમાં તે સામાન્ય અને વિશેષધર્મયંત ગૃહસ્થની જીવનચર્યા કેવી હોય તેનું વર્ણન છે. શ્રાવકધર્મનું જીવન જીવનાર ગૃહસ્થના આરિસા સમાન આ ગ્રંથ વાંચકને વાંચનવખતે પિતાની નિર્મળ પ્રતીતિ આપ્યા વિના ભાગ્યે જ રહે છે. ગ્રંથકારે આ ગ્રંથમાં ગાથા તે માત્ર ૧૮ જ આપી છે. છતાં ટીકામાં તે તે વિષયનું સ્પષ્ટીકરણ અને તેને લગતી બધીજ વિગતો ખુબ વિસ્તૃત રીતે સ્પષ્ટ કરી છે, આ ગ્રંથમાં ગૃહસ્થ જીવન જીવનાર ગૃહસ્થ કેવો વ્યવહાર નિપુણ, ઉચિતાચરણ, દેશાદિવિરૂદ્ધને ત્યાગી, શ્રાવકધર્મ નિપુણ, સુદ્ધ મરથ સેવનાર અને તે મનોરથને પાર પાડનાર હોય તે વાત અનેક યુક્તિઓ, દષ્ટાંતે, શાસ્ત્રાધારે અને નીતિવચને આપી સાબિત કરી છે. આ ગ્રંથમાં શુકરાજ, દશાર્ણભદ્ર અને રત્નસારની કથા સિવાય બાકી બધી કથાઓ ઘણી ટુંકી ટુંકી કથાઓ છે અને તે તે વિષયને સ્પષ્ટ કરવા પુરતી આપી છે. આ ગ્રંથમાં દેવસુંદરસૂરિ, મહણસિંહ, થિશ્રેષ્ઠી, ભીમાસોની વગેરેના અનેક પ્રસંગે ચિતિહાસિક પણ આપ્યા છે. આ ગ્રંથમાં અનેક દાંતે અને સાક્ષિપાઠ આપી ગ્રંથને ખુબજ રેચક સાથે પ્રમાણુ પુરણસર બનાવ્યું છે. આચાર્ય રત્નશેખરસૂરિએ આ ગ્રંથની રચના અગાઉ આજ સુધીના સર્વ ગ્રંથને અવગાહા છે અને તેનું નવનીત ના સ ક્ષિપાઠ આપી આમાં દાખલ કર્યું છે, હવે આ ગ્રંથના રચયિતા આ રત્નશેખરસૂરિ મહારાજ કયારે થયા? અને કયાં થયા? તેનું ટુંક વિવેચન તેમણે ગ્રંથને અંતે પ્રશસ્તિમાં જગચંદ્રસૂરિના નામથી શરૂઆત કરી નિર્દેશ કરેલ છે. માથી જગરચંદ્રસૂરિથી માંડીને તેમના સુધીનું સંક્ષિપ્ત વિવેચન અહિં આપીએ છીએ,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy