SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જપના પ્રકાર ] ૨૯ પિતાને સ્વામી, ગુરુ તથા બીજા પિતાના હિતચિંતક એ સર્વ લોકોને પિતાની જે નાસિકા વહેતી હોય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરુષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હેય, તે નાસિકાના ભાગનો પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકો.” નવકાર ગણવાને વિધિ શ્રાવકે ઉપરોક્ત વિધિથી નિદ્રાને ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપૂર્વક નવકાર મંત્રનું વ્યક્ત વર્ણ ન સંભળાય (કેઈ બરોબર ન સાંભળે) એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે-બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચપરમેષ્ટિનું ચિંતવન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રેકાય છે. બીજા આચાર્યો તે એવી કઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાને અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક ગણવો” એમ કહે છે. આ બન્ને મત પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે, “શયાનું સ્થાનક મૂકીને નીચે ભૂમિ ઉપર બેસી ભાવબંધુ તથા જગના નાથ નવકાર મંત્રનું સ્મરણ કરવું. યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, “રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઈત્યાદિ સર્વે લોકો જાગે છે. માટે તે સમયે ભવ્ય જીવો સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે નવકાર ગણવાને વિધિ જાણો. જપના પ્રકાર-કમલબંધજપ હસ્ત જપ વગેરે. નિદ્રા કરીને ઉઠેલો પુરૂષ મનમાં નવકાર ગણુત શા મૂકે, પછી પવિત્ર ભૂમિ ઉપર ઉભું રહી અથવા પદ્માસનાદિ સુખાસને બેસી પૂર્વ દિશાએ, ઉત્તર દિશાએ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા વગેરે કરવાને અર્થે ૧કમળબંધથી અથવા ૨ હસ્ત જપથી નવકાર મંત્ર ગણે. તેમાં કવિપત અષ્ટદળ કમળની કર્ણિકા-મધ્ય ઉપર પ્રથમપદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને, નૈત્રાત્ય, વાયવ્ય, અગ્નિ અને ઈશાન એ ચાર કેણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુક્રમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્રસૂરિજીએ ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, “આઠ પાંખડીના શ્વેતકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્ર-નમો અરિહંતાનું ચિંતવન કરવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન, વચન અને કાયાની શુદ્ધિથી જે એ રીતે એકસે આઠ વાર મૌન રાખીને નવકારનું ચિંતવન કરે, તે તેને ભજન કરતાં છતાં પણ પાણતત્ત્વ ચાલીસપળ, અગ્નિતત્વ ત્રીસપળ, વાયુતત્ત્વ વીસ પળ, અને આકાશતત્વ દસ પળ વહે છે. સ્વરોદયશાસ્ત્રમાં કઈ નાડી કયા દિવસે, કઈ સંક્રાન્તિમાં અને ક્યા વારે પ્રભાતે વહેતી હોય તે શું ફળ મળે? તથા કયું તત્ત્વ ક્યારે વહેતું હોય ત્યારે શું ફળ મળે? તે ઉપર વિચાર કરવામાં આવેલ છે. આ સંબંધી ખુબ વિસ્તૃત વર્ણન અંગવિજપયજ્ઞામાં છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy