SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ [ શ્રાદ્ધવિધિ પાંચ તત્ત્વનું સ્વરૂપ, ક્રમ, કાળ, તથા તેનું ફળ એવી રીતે પાંચ તત્ત્વનું પણ સ્વરૂપ જાણવું, તે આ પ્રમાણે-“અગ્નિતત્ત્વ ઉંચું, જળતત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્ત્વ ચારે બાજુ વહે છે. વહેતી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ ત વહે છે. અને એ કમ હરહંમેશને જાણ. પૃથ્વીતત્વ પચાસ, જળતત્ત્વ ચાલીશ, અગ્નિતત્ત્વ ત્રીશ, વાયુતત્ત્વ વિશ અને આકાશતત્ત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે પૃથ્વી અને જળતત્વથી ફળની ઉત્પત્તિ થાય છે. ક્રૂર તથા અસ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તવેથી સારૂ ફળ થાય છે. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામ, પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને જળતત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતત્વ શુભ નથી. પૃથ્વીતત્વ હોય તે કાર્યસિદ્ધિ ધીરે ધીરે અને જળતત્વ હોય તે તરતજ જાણવી.” ચંદ્ર, સૂર્યનાડી વહે ત્યારે ક્યાં કરવા યોગ્ય કાર્યો છે? પૂજા, દ્રવ્ય પાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, જીવિત, ઘર, ક્ષેત્ર ઈત્યાદિકનો સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિદ્યા, પટ્ટાભિષેક ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી વહેતી હોય તે શુભ છે. તેમજ કોઈ કાર્યને પ્રશ્ન અથવા કાર્ય આરંભ કરવાને સમયે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું જવું આવવું, સારી પેઠે ચાલતું હોય તે નિશે કાર્યસિદ્ધિ થાય.” “બંધનમાં પડેલા, રેગી, પિતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરુષના પ્રશ્ન, સંગ્રામ, શત્રુને મેળાપ, સહસા આવેલ ભય, સ્નાન, પાન, ભજન, ગઈ વસ્તુની શોધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંગ, વિવાદ તથા કઈ પણ ફૂર કર્મ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે.” સૂર્ય તથા ચંદ્ર બન્ને નાડીમાં કરવાગ્ય વિશિષ્ટ કાર્યો કેઈ ઠેકાણે એમ કહેલ છે કે “વિદ્યાને આરંભ, દીક્ષા, શાસ્ત્રનો અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઈત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સૂર્યનાડી શુભ છે, જમણી અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયુ એક સરખો ચાલતું હોય, તે બાજુને પગ આગળ મૂકીને પોતાના ઘરમાંથી નીકળવું. સુખ લાભ અને જયના અથ પુરુષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચેર, વિવાદ કરનારા ઈત્યાદિકને પિતાની શુન્ય [શ્વાસોશ્વાસ રહિત] નાસિકાના ભાગમાં રાખવા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરુષોએ સ્વજન, જમણી નાસિકામાં પવન વહેતું હોય તેને સૂર્યનાડી કહે છે. અને ડાબી નાસિકામાં પવન વહેતું હોય તેને ચંદ્રનાડી કહે છે. આ એક નાડી અઢી ઘડી રહે છે. પ્રથમ ચંદ્રનાડી વહેતી હોય તે અઢી ઘડી પછી સૂર્યનાડી અને સૂર્યનાડી વહેતી હોય તે -. .. . - ળ છે . આ વાટી ઘટીની દરેક નાડીમાં પૃથ્વીતત્ત્વ પચાસ પw
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy