SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર સૂર્યનાડી વિચાર ] ૨૭ પેાતાના નિંદ્ય વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાના તથા મજા પણુ નિરક અનેક દોષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ધી પુરૂષષ જાગતા અને અધર્મી પુરૂષો સુતા હોય તે સારા જાણવા. એવીરીતે વત્સદેશના રાજા શતાનિકની બહેન જયંતીને શ્રીમહાવીરસ્વામીએ કહ્યું છે.” ૧૦૪ નાડી અને ક્યા તત્ત્વથી શું લાભ થાય તેના વિચાર, નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણુ પુરુષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્ત્વામાં કયું તત્ત્વ શ્વાસેાશ્વાસમાં ચાલે છે? તે તપાસવું. કહ્યુ છે કે પૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વને વિષે નિદ્રાના ત્યાગ કરવા શુભકારી છે, પણ અગ્નિ વાયુ અને આકાશ તત્ત્વાને વિષે તે તે દુઃખદાયક છે. શુક્લપક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષના પ્રાતઃકાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુક્લપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં ત્રણ દિવસ પહવે, ખીજ અને ત્રીજ સુધી પ્રાતઃકાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચેાથ પાંચમ અને છઠે ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્ત્વ વહે, એ રીતે આગળ ચાલે તેા શુભ જાવું. પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્ત્વ અને પાછલા ત્રણ દિવસમાં ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ એ પ્રમાણે ચાલે તેા દુ:ખદાયી જાણવું. ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ ચાલતાં છતાં જો સૂર્યના ઉદય થાય તે સૂર્યના અસ્તસમયે સૂર્યનાડી શુભ જાણવી તથા જો સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હાય તે અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી.” વાર, સંક્રાંતિ અને ચંદ્રરાશિમાં રહેલ નાડીનું ફળ કેટલાકના મતે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ જણાવેલ છે તે આ રીતેઃ— રવિ, મંગલ,ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાતઃકાળમાં સૂર્ય નાડી તથા સામ, મુધ અને શુક્ર એ ત્રણ વારને વિષે પ્રાતઃકાળમાં ચંદ્રનાડી હાય તે સારી,' કેટલાકના મતે સંક્રાંતિના અનુક્રમથી સૂર્ય ચંદ્રનાડીના ઉદય કહેલ છે. તે આ રીતે—મેષ સક્રાંતિ વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી અને વૃષભ સંક્રાંતિને વિષે ચંદ્ર નાડી સારી ઇત્યાદિ.' કેટલાકને મતે ચંદ્રરાશિના પરાવર્ત્તનના ક્રમથી નાડીને વિચાર છે, જેમ કે‘સૂર્યના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. રહેટના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે તેમ નાડીએ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીશ ગુરૂ વણું (અક્ષર)ના ઉચ્ચાર કરતાં જેટલા કાળ લાગે છે, તેટલા કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી ત્રીજી નાડીમાં જતાં લાગે છે.’ ૧૦ અહિ' સ્વરાય સંબંધમાં જુદાજુદા ૨૨ શ્વેાકાને ગ્રંથકારે બતાવ્યા છે, તે પૈકી ૨૩, ૨૪, ૨૫, ૨૮, ૩૦, ૩૧, ૩૨, ૩૬, ૪૨, ૪૩, ૧૦૦, ૧૦૧, ૧૦૩, ૧૦૯, ૧૦૭ આ પન્દર શ્લેાકા વિવેક વિલાસગ્રંથના છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy