SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના પ્રકાર ] શ્રાવકનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ શંકા—શ્રાવકત્રતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગાના ભેદ કેમ કાઈ ઠેકાણે નથી ઘટાવવામાં આવ્યા ? ૨૩ સમાધાનઃ—પોતે અથવા પુત્રાદિકની પાસે પૂર્વે આરંભેલા કાય માં શ્રાવક અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગેા લેવામાં નથી આવ્યેા. જોકે પ્રાપ્ત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ પણ કહ્યું છે, પરંતુ તેની વિશેષ વિધિ છે, તે આ રીતેઃ—જે શ્રાવક દીક્ષા લેવાનીજ ઇચ્છા કરતા હોય, પણ કેવળ પુત્રાદિ સંતતિનું પાલન કરવામાટે ગૃહવાસમાં અટકી રહ્યો હોય, તે ત્રિવિધે ત્રિવિષે પચ્ચકખાણ કરી શ્રાવક પ્રતિમાને અંગીકાર કરે. અથવા કોઇ શ્રાવક સ્વયંભૂરમણુ સમુદ્રમાં રહેલા મત્સ્યના માંસાદિકનું કિવા મનુષ્યક્ષેત્રની બહાર સ્થૂલહિંસાદિકનું કાઇ અવસ્થામાં પચ્ચક્ખાણ કરે તો, તે ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ ખાણના વિષય ઘણા અલ્પ હોવાથી તે અહિં કહેવામાં આવ્યા નથી. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, “ કેટલાક કહે છે કે, ‘ શ્રાવકને ત્રિવિધ પચ્ચખાણ નથી,' પણ એમ નથી. કારણ કે પન્નત્તિમાં વિશેષઆશ્રયથી ત્રિવિધ ત્રિવિધનું કથન કર્યું છે. કાઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠે મનુષ્ય ક્ષેત્રની ખહાર હસ્તિદંત, ચિત્રાનું ચામડું, ઇત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનું અથવા કાગડાનું માંસ વગેરે પ્રયેાજન રહિત વસ્તુનું પચ્ચખાણ ત્રિવિધ ત્રિવિષે કરે તે દોષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઇ ગ્રહસ્થ દીક્ષા લેવાને તત્પર હોય, તે પણ કેવળ પુત્રાદિક સંતતિનું રક્ષણ કરવાને અર્થેજ (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તા તેને પણ ત્રિવિષે ત્રિવિધ પચ્ચક્ખાણ હોય. ” સૂત્રમાં બીજી રીતે જણાવેલ શ્રાવકના પ્રકારો શંકાઃ—આગમમાં તેા બીજી રીતે શ્રાવકના ભેદો કહેલા છે. ? શ્રીઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે—શ્રમણાપાસક ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે ૧ માતા પિતા સમાન, કાયાથી તે ત્રિવિધ. આ રીતે ખીજા ભાંગાઓનું પણ સમજવુ. એક વ્રતના દ્વિવિધ ત્રિવિધ ભેદે છ ભાંગા થાય તેમ પાંચે ત્રતામાં તેવા ભેદા કરીએ તેા ૩૦ ભેદ અને એક ઉત્તગુણ તેમજ એક અવિરત મેળવવાથી ૩૨ શ્રાવકના ભેદ થાય છે. આજ રીતે મારે તને આશ્રયિને ભંગ કરવામાં આવે તે ૧૩૮૪૧૨૮૭૨૦૨ તેરસેા ચારાસી ક્રોડ બાર લાખ સત્યાસી હજાર અસાને એ ભાંગા થાય. તેની રીત–એક વ્રતના છ ભાંગા છે હવે એ વ્રતના ભાંગા લાવવા હાય તા છને સાતે ગુણી છ નાંખવાથી થાય. એટલે ૪૮ ભાંગા થાય, ત્રણ વ્રતના ભાંગા માટે ૪૨ને સાતે ગુણી છ ઉમેરીએ એટલે ૩૪ર થાય. આ રીતે અગીઆરમી વાર કરીએ એટલે ઉપર જણાવેલ ભાંગા આવી રહેશે. ૮ પ્રજ્ઞપ્તિથી ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ' ગ્રંથ સમજવા તે ગ્રંથના પૃ. ૫૭ શ્લાક ૩૩૪-૩૩૫ ૩૩૬માં ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુના ભેદ જણાવ્યેા છે. ૯ ઠાણાંગસૂત્ર સૂત્ર. ૩૨૧ પૃષ્ઠ ૨૪૨૩માં શ્રાવકના આ ચાર પ્રકારા જણાવ્યા છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy