SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ २४ mmmmmmmmmmmmllim ૨ બંધુ સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ ધ્વજા સમાન, ૩ થાંભલા સમાન અને ડાંખરા સમાન. સમાધાન –ઉપર કહેલા ચાર ભેદ શ્રાવકને સાધુની સાથે જે વ્યવહાર છે તેને આશ્રયિ જાણવા. શંકા –ઉપર કહેલા શ્રાવકના ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે? સમાધાન –વ્યવહારનયને મતે આ (ઉપર કહેલા ભેદ) ભાવ શ્રાવક જ છે. કેમકે, તેવા પ્રકારનો વ્યવહાર છે. નિશ્ચયનયને મતે શકય સમાન અને ઝાંખરા સમાન મિથ્યાદષ્ટિ સરખા દ્રવ્યશ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવશ્રાવક જાણવા. આ ભેદની સમજ આ રીતે છે. સાધુનાં જે કાંઈ કાર્ય હોય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ સાધુ ઉપરથી રાગ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય દયાના પરિણામ રાખે, ૧ તે શ્રાવક માતા પિતા સરખો જાણો. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને કઈ પરાભવ કરે, તે તે સમયે તુરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે ૨ તે શ્રાવક બંધુ સરખો જાણ. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે, અને કાંઈ કામકાજમાં મુનિરાજ એની સલાહ ન લે તે અહંકારથી રોષ કરે, ૩ તે શ્રાવક મિત્ર સરખે જાણુ. જે ગવક શ્રાવક, સાધુનાં છિદ્ર જોયા કરે, સાધુની પ્રમાદથી થએલી ભૂલ હમેશાં કહ્યા કરે અને તેમને તણખલા સમાન ગણે, ૪તે શ્રાવક શક્ય સરખે જાણ. બીજા ચાર વિકલ્પમાં, ગુરૂએ કહેલ સૂત્રાર્થ જેવે કહ્યો હોય તેજ જે શ્રાવકના મનમાં ઉતારે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં આરિસાસમાન વર્ણવે છે.૧ જે શ્રાવક ગુરૂના વચનને બરાબર નિર્ણય કરે નહીં તેથી પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લોકો જેને ભમાવે તે શ્રાવક દેવજ સમાન જાણુ.૨ ગીતાર્થ મુનિરાજ ગમે તેટલું સમજાવે છે પણ જે પકડેલો હઠ છોડે નહીં, પરંતુ મુનિરાજ ઉપર દ્વેષભાવ પણ ન રાખે, તે શ્રાવક સ્તંભ સમાન જાણ.૩ જે શ્રાવક સદ્ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારે, નિન્હવ, મૂઢ અને મંદધમ છે.” એવા નિંદાના શબ્દ બોલે, તે શ્રાવક કંટક સમાન જાણ.૪ જેમ પાતળુ વિષ્ટાદિ અશુચિ દ્રવ્ય, સ્પર્શ કરનાર માણસને પણ લેપ કરે છે, તેમ સારે ઉપદેશ કરનારને પણ જે દૂષણ આપે, તે કંટક સમાન કહેવાય છે, નિશ્ચયનયમતે શિકય સમાન અને કંટક ઝાંખરા સમાન એ બને મિથ્યાત્વી જાણવા. અને વ્યવહારથી તે શ્રાવક કહેવાય છે, કારણકે, તે જિનમંદિરાદિક વગેરે સ્થળે જાય છે. શ્રાવક અને શ્રાદ્ધ શબ્દનો અર્થ (હવે “શ્રાવક' એ શબ્દનો અર્થ કહે છે.) “શ” અને “સ” એ બે સરખા જાણીને શ્રાવક શબ્દનો અર્થ આ રીતે થાય છે. પ્રથમ સકાર માનીને “સતિ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy