SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ २२ ( શ્રાદ્ધવિધિ તથા સર્વ સચિત્ત પરિહાર, એકાશન પચ્ચકખાણ, ચોથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતા હોય, તો તે ભાવથી ઉત્તરગુણ શ્રાવક જાણ. બાર વ્રતના ભાંગા બારવ્રતમાં એક બે ઈત્યાદિવ્રત અંગીકાર કરે તે પણ ભાવથી વ્રતશ્રાવક ગણાય. આ બારવ્રતના એકેક, કિક, ત્રિક, ચતુષ્ટય ઇત્યાદિ સંગમાં દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ બે ભેદ મેળવવાથી શ્રાવકત્રતના સર્વે મળીને તેરસ રાશી કોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસેને બે ભાંગા થાય છે. દર્શન કરી નિકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભેજનનું નિમંત્રણ આપ્યું, અને તેનું નામઠામ પુછયું. કપટનિધાન ગુણિકાએ કહ્યું કે, “હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબવેગે થોડાજ વખતમાં તે મૃત્યુ પામ્ય, હું શેક અને દુઃખથી મારા દીવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે “આમ ખેદથી માનવભવ શામાટે એળે કાઢે છે? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.” આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરું છું. જુદાજુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધમિ એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.” અભયકુમારે ભજન અવસરે કપટશ્રાવિકાના ઉતારે જઈ સપરિવાર તેને પિતાને ત્યાં ભેજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર પીરસતી વખતે જાતે હાજર રહ્યો. કપટશ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસને આટો છે, સચિત્ત છે કે અચિત્ત છે, વિગેરે પુછી તપાસી પછીજ લેતી. આ પ્રમાણેની તેની ચોકકસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ. કેટલાક વખત પછી કપટ નિધાન તેણુએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેને સ્વીકાર કર્યો. ભેજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાય. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યા કે તુર્ત તેણે બીજાદ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રોતને નગરે પહોંચાડ્યો અને ચંડઅદ્યતને સેં. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપ ધારી વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય. ૭ શ્રાવક વિરત અને અવિરત એ રીતે બે પ્રકારે છે. આનંદ, કામદેવ વિગેરે વિરત શ્રાવક અને કૃષ્ણ, સત્યકિ શ્રેણિક વિગેરે અવિરત શ્રાવકે છે, તેમજ દ્વિવિધ, ત્રિવિધ વિગેરે પ્રકારેને લઈને શ્રાવકના આઠ ભેદ પડે છે. તે ૧ દ્વિવિધ, ત્રિવિધ ૨ દ્વિવિધ દ્વિવિધ. ૩ દ્વિવિધ એકવિધ. ૪ એકવિધ ત્રિવિધ. ૫ એકવિધ દ્વિવિધ. ૬ એકવિધ એકવિધ. ૭ ઉત્તરગુણ ૮ અવિરત કરવું કરાવવું તે દ્વિવિધ અને મન, વચન અને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy