________________
કકક
શ્રાવકના પ્રકાર ]
૨૧ આજ્ઞાથી અભયકુમારને પકડવા માટે કપટવડે શ્રાવિકાને વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે, ૩ દ્રવ્ય શ્રાવક, જે ભાવથી શ્રાવકની ધર્મ ક્રિયા કરવામાં તત્પર હોય તે, ૪ ભાવ શ્રાવક. કેવળ નામધારી, ચિત્રામણુની અથવા જેમાં ગાયનાં લક્ષણ નથી તે ગાય જેમ પિતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવક પણ પિતાનું ઈષ્ટ ધર્મકાર્ય કરી શકતું નથી, માટે અહિં ભાવશ્રાવકને જ અધિકાર જાણો. ભાવ શ્રાવકેના પ્રકાર ( ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક એમ ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિક મહારાજાદિકની પેઠે કેવળ સમ્યકત્વધારી હોય તે ભાવથી ૧ દર્શન શ્રાવક સુરસુંદર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યત્વ મૂળ પાંચ અણુવ્રત ધારક હય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક, સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છે –
એક વખત કોઈ મુનિરાજ સુરસુંદર કુમારની સ્ત્રીઓને પાંચ અણુવ્રતને ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાને ઉભું રહી સુરસુંદર જેત હતું અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઇષ ઉત્પન્ન થઈ તેણે મનમાં ચિંતવ્યું કે, “આ મુનિના શરીર ઉપર હું લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ.” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામનું અણુવ્રત દ્રષ્ટાંત સહિત કહ્યું, ત્યારે સ્ત્રીઓએ તે અંગીકાર કર્યું. તેથી સુરસુંદરે વિચાર કર્યો કે, “એ સ્ત્રીઓ ગમે તેવી રોષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલું હોવાથી કોઈ પણ વખત મને મારશે નહીં.” એમ વિચારી હર્ષથી પાંચમાંથી એક પ્રહાર ઓછો કર્યો. એવી રીતે એકેક વ્રતની પાછળ એકેક પ્રહાર ઓછો કરતો ગયો. આખરે તે સ્ત્રીઓએ તે પાંચે અણુવ્રત લીધાં. ત્યારે મને “ધિક્કાર થાઓ, મેં માઠું ચિંતવ્યું.” એમ સુરસુંદર ઘણેજ પશ્ચાત્તાપ કરી મુનિરાજને ખમાવી વ્રત લઈ અનુક્રમે સ્ત્રીઓ સહિત સ્વર્ગે ગયો.
સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યકત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. અથવા સમ્યકત્વ મૂળ બારવ્રતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણ. અને આનંદ, કામદેવ, કાર્તિકશ્રેષ્ટિ ઈત્યાદિકની પેઠે જે સમ્યકત્વ મૂળ બારવ્રત
૬ ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિથી ભેદ નીતિવડે વિના લડાઈએ ચંડપ્રદ્યોત આક્રમણ કરવું છેડી પિતાની નગરીએ ચાલ્યો ગયે. પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગે છે માટે તેને બાંધી પકડી લાવવા ઉષણા કરી. એક વેશ્યાએ રાજાની આ ઉષણને સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયેગી સૂત્રને અભ્યાસ કર્યો. અને શ્રાવિકાને સ્વાંગ સજી શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં ચૈત્યવંદન કરવા બેઠી. ખુબ ભક્તિપૂર્વક સ્તવનેથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે દીઠી.