________________
શકરાજની કથા 1
૧૭.
જન્મબાદ તેના માતાપિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડયું. ઉમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજા ! તારી સાથે થયું અને ચંદ્રશેખરનું યશેમતી રાજકન્યા સાથે થયું. પૂર્વ ભવના સ્નેહથી ચંદ્રશેખર ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ, ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે ત્યાં સુધી અદશ્ય રહી યથેચ્છ રીતે વર્તતાં તને કોઈ દેખશે નહિ.”તેવું તેણે વરદાન મેળવ્યું અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ વિલસતાં તેને પુત્ર થયો તેનું નામ ચંદ્રક પાડયું અને તે પુત્રને પોતાની પરિણીત સ્ત્રી યશોમતીને સેં. યશોમતિ પતિ અને પુત્ર સુખથી રહિત હોવાથી પોતાના બાળકની પેઠે તે છોકરાને તેણે ઉછેર્યો. આમ છતાં આ બધું દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યું. જોતજોતામાં ચંદ્રાંકકુમાર યુવાન થયે, યશોમતીનું ચિત્ત યુવાન ચંદ્રાંકકુમારને દેખી વિહ્વળ બન્યું અને તેણે વિચાર્યું કે “જે પતિ મને છેતરી ભગિનીને ભગવે છે તેને છેતરી મારા નહિ એવા કુમાર સાથે મને ભેગ ભેગવતાં શો વાંધો છે?' એમ વિચારી કામવિહવળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ પિતાને દુષ્ટ વિચાર રજુ કર્યો. ચંદ્રાંક ચમક્યો અને બેલી ઉઠયો કે “તું માતા થઈ આવો નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?' યશોમતીએ જવાબમાં કહ્યું કે “હું તારી માતા નથી તારી માતા તો ચંદ્રાવતી છે' આ પછી ચંદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શોધ માટે નીકળે. હું પણ પતિ પુત્ર અને સંસારસુખથી વિયેગી થવાથી વિળ બની ચોગિની થઈ. “હે રાજા યશોમતી તેજ હું ગિની છું. જે યક્ષે આકાશવાણીથી તમને કહ્યું તેણે જ મને સર્વ વાત કહી છે અને તે મેં તમને સંભળાવી” રાજા ક્રોધે ભરાયો અને ખેદ પામ્યો પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે “હે રાજા સંસાર વિચિત્ર છે તેમાં પુત્ર પિતા વિગેરે કઈ કોઈનું નથી માટે હવે તમે તમારું કલ્યાણ સાધે.” ત્યારપછી યોગિનીએ પિતાની યોગિનીની રીત મુજબ રાજા આગળ ગીત કહ્યું તે આ રીતે
“કવણકેરા પુત્તમિત્તા રે, કવણ કેરી નારી; મેહે મેહો મેરી મેરી, મૂઢ ભણે અવિચારી / ૧ / જાગ જાગને જોગી છે, જેને જગ વિચારા; મેલ્હી અમારગ આદરી માગ, જિમ પામે ભવપારા સારા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સંસારા; ભામું છાંડી ગજુ માંડી, કીજે જિનધર્મ સારા પાસા જાગ
મોહે મેહિઓ કેહે બેહિઓ, લેહે વાહિઓ ધાઈ મુહિઆ બિહુ ભવિ અવર કારણિ, મુરખ દુખિઓ થાઈકો જાગ