SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Re [શ્રાદ્ધવિધિ ፡፡ વિરાંગ મારી। સેવક છે આપણે પરસ્પર મૈત્રી હાવાથી કાંઈં લડવાનું કારણ નથી છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું? ”શૂરે કહ્યું · પૂર્વ ભવનું વૈરયાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હલ્લા કર્યાં ' રાજાએ પુછ્યું તે તેં શી રીતે જાણ્યું ! 'શુરે કહ્યું કે અમારા નગરમાં શ્રીદત્ત કેવલી મહારાજ પધાર્યા હતા તેમને મેં મ્હારા પૂર્વભવ પુછ્યા પૂર્વભવમાં જિતારિરાજાનેા સિંહ નામના પ્રધાન આ હંસકુમાર હતા. હું તે વખતે જિતારિ રાજાનો દ્રુત હતા. વિમળપુરનગરમાં જિતારિ રાજાના મૃત્યુ પછી સિંહપ્રધાને ભલિપુર તરફ પ્રયાણ કર્યું. ચાડે ગયા પછી તેણે વિસરી ગયેલી કિ ંમતી વસ્તુ લેવા મને પાછે। મેાકલ્યેા. હું ત્યાં ગયા પણ તે વસ્તુ મને ન મળી. મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને મને ખુબ માર્યાં. હું ચેાડા વખત પછી મૃત્યુ પામી ફ્લિપુરના જંગલમાં સર્પ થયા. તે જંગલમાં એક વખત સિહ પ્રધાન આવ્યા તેને દેખતાં મારૂ વેર તાજી થયું અને તેને મે ડંસ દઇ તેના તત્કાળ પ્રાણ લીધા, સિહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીને વિષે હુંસ તરીકે ઉત્પન્ન થયા, ત્યાં વાવડી અને તીથ દેખીતેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઇ ભગવાનને ચડાવવાની અપૂર્વભક્તિપૂર્વક મૃત્યુપામી તે સૌધમ દેવલાકમાં દેવરૂપેઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી અહિં આપનો પુત્ર હંસકુમાર થયા. આ હંસકુમાર તે સિહ પ્રધાન છે તેની જાણ થતાં વૈર નિર્યાતનમાટે મેં હું સકુમાર ઉપર હલ્લા કર્યાં પણ જય પરાજય પૂર્વના પૂણ્ય વિના મળતા નથી. હવે હું શ્રી દત્ત કેવલી પાસે દીક્ષા લઈ શેષ જીવન સારીરીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બન્ને કુમારાએપણ શુરની ક્ષમા માગી. મૃગધ્વજ રાજા વિચારવા લાગ્યા કે ‘કેવલી ભગવાને મને ચદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે વૈરાગ્ય થશે તેમ કહ્યું છે તેને તેા હજી સુધી પુત્રનો સ ંભવ નથી. અને મારે કયાં સુધી આવા સંસારના કડવા અનુભવા સહન કરવાના અને સાંભળવાના રહેશે ' આ વિચાર કરે છે તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યા રાજાએ ‘તુ કાણુ છે ? ' તેમ પુછ્યું . તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઇ કે ' હું રાજન ! આ કુમાર ચંદ્રાવતીનો પુત્ર છે. તે નિઃશંક છે છતાં તને શંકા ઉપજતી હાય તેા ઇશાન કાણામાં પાંચ યેાજન ઉપર જે કદળીવન છે ત્યાં યશેામતી ચેકિંગની રહે છે તેને પુછી સવાત નિઃશંક કર ' રાજા આશ્ચય પામી ઇશાનંકાણમાં ગયા અને ત્યાં યાગિનીને જોઇ. રાજાને જોઇ તુત યાગિની બોલી કે “ હે રાજન ! જે આકાશવાણી તે સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશંકતા માટે આ યુવાન ચંદ્રાવતીનો પુત્ર કેમ અને કઇ રીતે છે તે માટે હું કહું તે સાંભળેા. ચંદ્રપુર નગરમાં સામચંદ્રરાજા હતા તેને ભાનુમતી રાણી હતી. હૈમવતક્ષેત્રમાંથી એક યુગલ અવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. '
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy