SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम ४०१ सव्वत्थ अत्थि धम्मो जा मुणियं जिण ! न सासणं तुम्ह । कणगाउराण कणगं व ससियपयमलभमाणाणं।।११४ ।। હે જિનેશ્વર પ્રભો! જેમ ધતુરાના ચૂર્ણને ખાનારો માણસ જ્યાં સુધી સાકર યુક્ત દૂધને પીતો નથી, ત્યાં સુધી જ સર્વ પદાર્થોમાં તેને સુવર્ણની ભ્રાંતિ થાય છે. તેમ જે કોઈ વ્યક્તિ જ્યાં સુધી તારા શાસનને પામતો નથી ત્યાં સુધી જ તેને “શિવ-શાક્ય આદિ સર્વ દર્શનોમાં ધર્મ છે” તેવી ભ્રાંતિ થાય છે. પરંતુ તારા શાસનને પામ્યા પછી તેની તે ભ્રાંતિ દૂર થાય છે. ૧૧૪ ૪-સાધુતત્ત્વ: अट्ठारस जे दोसा आयारकहाए वत्रिया सुत्ते । ते वज्जतो साहू पन्नत्तो वीयरागेहिं ।।११५ ।। દશવૈકાલિકના આચારકથા' નામના છઠ્ઠા અધ્યયનમાં જે અઢાર દોષો વર્ણવ્યા છે, તે અઢાર દોષોનો ત્યાગ કરનારને શ્રી જિનેશ્વર દેવે સાધુ કહ્યો છે. ૧૧૫ पढमं वयाण छक्कं कायछक्कं अकप्प गिहिभायणं । पलियंक निसिज्जा वि य सिणाणसोहाविवज्जणयं ।।११६ ।। અઢાર દોષો : પ્રથમ પ્રાણાતિપાતવિરમણથી માંડીને રાત્રિભોજનવિરમણ સુધીના છ વ્રતોની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ કાયની વિરાધના કરવી, બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થનાં ભાજનવાસણનો ઉપયોગ કરવો, પલંગ અને આસનો વાપરવાં તથા સ્નાન અને શોભા કરવી. આ સર્વદોષોનું વિશેષ કરીને વર્જન કરવું. ૧૧૬ पिंडं सेज्जं वत्थं पत्तं चारित्तरक्खणट्ठाए । अकप्पं वज्जिज्जा गिण्हिज्जा कप्पियं साहू।।११७ ।। પિંડવિધાન : સાધુએ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે અકલ્પનીય પિંડ-શપ્યા વસ્ત્ર-પાત્ર આદિ સર્વ વસ્તુઓને ત્યજવી જોઈએ તથા કલ્પનીય પિંડાદિને ગ્રહણ કરવાં જોઈએ. ૧૧૭ जीवा सुहेसिणो तं सिमि तं संजमेण सो देहे । सो पिंडेण सदोसो सो पडिकुट्ठो इमे ते य।।११८ ।। જગતના સર્વ જીવો સુખના અભિલાષી છે, તે વાસ્તવિક સુખ મોલમાં છે. તે મોક્ષપદ સંયમ ધર્મથી પ્રાપ્ત થાય છે, તે સંયમ દેહ હોતે છતે પળાય છે, તે દેહ અશનાદિરૂપ પિંડથી ટકે છે, તેથી સર્વ જિનેશ્વરદેવોએ દોષયુક્ત પિંડને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે દોષો આ પ્રમાણે છે. ૧૧૮
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy